Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017


ભવિષ્યમાં નબળા હૃદયના દરદીઓના શરીરમાં લગાવવામાં આવશે બે હૃદય

ચેન્નાઇ તા. ૧૧ :.. જીવ બચાવવા માટે હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ હોય એવા દરદીઓ માટે સારા સમાચાર છે. જેમનું હૃદય કમજોર થઇ ગયું હોય તેમના શરીરમાં બે હૃદય લગાવી શકાય એવી સંભાવના કેટલાક હાર્ટ-સજર્યનોએ જતાવી છે. ચેન્નઇના એક હાર્ટ-સજર્યને બે ડોગીઝના શરીરમાં એક-એક વધારાનું હાર્ટ લગાવવાની સર્જરી સફળતા પૂર્વક કરી છે. આ વધારાનું દિલ શ્વાનના પેટમાં લગાવવામાં આવ્યું છે.

જે દરદી સંપૂર્ણપણે હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ માટે ફીટ નથી હોતા તેમને માટે ફ્રન્ટીયર લાઇફ લાઇન ટીમે સ્ટેન્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરીટી પાસે આ પ્રયોગ કરવાની પરવાનગી માગી છે. ફ્રન્ટિયર લાઇફ લાઇન હોસ્પિટલના ચીફનું કહેવું છે કે તેઓ આ ટેકિનક માણસ પર ટ્રાયલ કરીને જોવા માગે છે અને એ માટે સરકાર પાસે રજૂઆત કરવાના છે. ઘણી વાર ડોનેટ થયેલા હાર્ટની ક્ષમતા પણ ઘણી ઓછી હોય છે. હાર્ટ-ફેલ્યરના કેટલાય દરર્દીઓ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવી શકતા, કેમ કે તેમના શરીરમાં અન્ય અવયવો પણ ફેલ થયેલા હોય છે. એના બદલે નબળું પમ્પીંગ ધરાવતા હાર્ટનું પમ્પીંગ સુધરે એ માટે તેમને અસીસ્ટ કરે એવા ડીવાઇસની જરૂર છે જે એક મેકેનિકલ પમ્પ જેવું હોય છે. આ મશીનની કિંમત લગભગ ૧ કરોડ રૂપિયા જેટલી છે.

નવી ટેકનોલોજી મુજબ દરદીના શરીરમાં મુળ હાર્ટ જયાં છે ત્યાં જ રહે છે, પરંતુ નવું હાર્ટ પેટમાં લગાવવામાં આવે છે જે જૂના હૃદયને કામ કરવામાં સપોર્ટ કરે છે. બે શ્વાનમાં આ સર્જરી કરવામાં આવી હતી. એમાંથી એક શ્વાનનું બ્લડ-ડોનરની કમીને કારણે મોત થયું હતું જયારે બીજો શ્વાન ૪૮ કલાક જીવ્યો હતો.

(12:36 pm IST)