Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

દિલ્હી નગર નિગમની ચૂંટણી:AAPની પ્રથમ યાદી જાહેર : 134 ઉમેદવારોની કરી ઘોષણા

વોર્ડ નંબર 2માંથી દિનેશ ભારદ્વાજ, વોર્ડ નંબર 6માંથી આશિષ ત્યાગી, વોર્ડ નંબર 8માંથી અજય શર્મા, વોર્ડ નંબર 10માંથી ગગન ચૌધરી, વોર્ડ નંબર 12માંથી ગુડ્ડી દેવીને મેદાનમાં ઉતાર્યા

નવી દિલ્હી : દિલ્હીમાં આપ પાર્ટીએ નગર નિગમની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં 134 મૂરતિયાના નામો જાહેર કરાયા છે.

  દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આપે 134 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં વોર્ડ નંબર 2માંથી દિનેશ ભારદ્વાજ, વોર્ડ નંબર 6માંથી આશિષ ત્યાગી, વોર્ડ નંબર 8માંથી અજય શર્મા, વોર્ડ નંબર 10માંથી ગગન ચૌધરી, વોર્ડ નંબર 12માંથી ગુડ્ડી દેવીને મેદાનમાં ઉતાર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 120 ઉમેદવારોની યાદી કાલે જાહેર કરી શકે છે.

   AAPના સ્ટાર પ્રચારકોની યાદીમાં સીએમ અરવિંદ કેજરીવાલ, ડે. સીએમ મનીષ સિસોદિયા, સીએમ ભગવંત માન, ગોપાલ રાય, સંજય સિંહ, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન, રાજ કુમાર આનંદ, રાઘવ ચઢ્ઢા, સુશીલ ગુપ્તા, એનડી ગુપ્તા, હજભજન સિંહ, હરપાલ સિંહ ચીમા, હજોત સિંહ બેન્સ, અમન અરોરા, પંકજ ગુપ્તા, દુર્ગેશ પાઠક, દિલીપ પાંડે, આતિશી, સૌરભ ભારદ્વાજ, આદિલ અહેમદ ખાન, રાજેન્દ્ર પાલ ગૌતમ, સોમનાથ ભારતી, રાખી બિરલા, સંજીવ ઝા, જરનૈલ સિંહ, કુલદીપ કુમાર, વિશેષ રવિ, મદન લાલ અને શહનાઝ હિન્દુસ્તાનીનું નામ સામેલ છે.

(12:49 am IST)