Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

એમસીડી ચૂંટણીમાં ભાજપે નળ-પાકા મકાનનું વચન આપ્યું : ભાજપ-આપ બંને માટે ખરાખરીનો મુકાબલો

દિલ્હી ભાજપ પ્રમુખ આદેશ ગુપ્તા અને સાંસદ મનોજ તિવારીએ જાહેર કરેલા ‘વચન પત્ર’ને કારણે ફરી રેવડીનો મુદ્દો ચર્ચામાં

નવી દિલ્હી : ભાજપે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે બહાર પાડેલા ‘વચન પત્ર’માં ‘હર ઘર કો નલ સે જલ’ અને ‘જહાં ઝુગ્ગી વહી મકાન દેને’નું વચન આપ્યું છે. દિલ્હી ભાજપ પ્રમુખ આદેશ ગુપ્તા અને સાંસદ મનોજ તિવારીએ જાહેર કરેલા ‘વચન પત્ર’ને કારણે ફરી રેવડીનો મુદ્દો ચર્ચામાં છે.

 આપ દ્વારા સવાલ થઈ રહ્યો છે કે, ભાજપ હવે લોકોને મફતમાં ઘર કે નળ આપવાનું વચન આપે છે ત્યારે તેને મોદીની રેવડીની સલાહ યાદ નથી આવતી ? તેની સામે ભાજપનું કહેવું છે કે, લોકોને નળ દ્વારા પાણી કે ઝૂપંડીના સ્થાને મકાન આપવુ એ રેવડી નથી. એ તો લોકો માટેની પ્રાથિમક સવલત છે.

જો કે લોકો સવાલ કરી રહ્યાં છે કે, દિલ્હી કોર્પોરેશનમાં વરસોથી ભાજપનું શાસન છે ત્યારે અત્યાર સુધી કેમ આ સવલતો નહોતી અપાઈ ? આ સવાલ સામે ભાજપનાં લોકોની બોલતી બંધ છે. મનોજ તિવારીએ 2017માં સંકલ્પપત્ર બહાર પાડ્યો હતો. એ વખતે અપાયેલાં વચનોનું શું થયું એ સવાલ પણ થઈ રહ્યા છે.

(12:40 am IST)