Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હત્યાનો છે ભય :બ્રિટિશ અખબારનો સનસનીખેજ દાવો

પુતિન હત્યાની સંભાવનાને કારણે જી-20 બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી, કારણ કે તેમને હત્યાનો ડર છે: બ્રિટિશ અખબારે રશિયન સૂત્રોને ટાંકીને આ સનસનીખેજ દાવો કર્યો

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હત્યાની સંભાવનાને કારણે જી-20 બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. બ્રિટિશ અખબારે રશિયન સૂત્રોને ટાંકીને આ સનસનીખેજ દાવો કર્યો છે. ક્રેમલિન તરફી ટીકાકાર અનુસાર, વ્લાદિમીર પુટિન G20 સમિટમાં ભાગ લેશે નહીં કારણ કે તેમને હત્યાનો ડર છે.

રશિયન સૈનિકોને ખેરસનમાં અપમાનજનક પીછેહઠ કરવાની ફરજ પડી તેના કલાકો પછી સેરગેઈ માર્કોવે લખ્યું, “યુએસ, યુકે અને યુક્રેનિયન વિશેષ સેવાઓ તરફથી પુતિન પર હત્યાના પ્રયાસની મોટી સંભાવના છે. મને વિશ્વાસ છે કે કેટલાક પાગલ પશ્ચિમી લોકો આ પ્રકારની સ્થિતિની યોજના બનાવી રહ્યાં છે.

 સમાચાર આવ્યા હતા કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર સંભવિત ટકરાવને ટાળવા માટે G-20 સમિટમાં ભાગ લેશે નહીં. સીએનએન પર પ્રકાશિત એક અહેવાલ અનુસાર, જી-20 સમિટમાં પુતિનનું પ્રતિનિધિત્વ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ કરશે.

ઇન્ડોનેશિયાના દરિયાઈ બાબતો અને રોકાણ માટેના સંકલન પ્રધાન લુહુત બિનસર પંડજેતને પણ જણાવ્યું હતું કે પુતિન હાજરી આપશે નહીં. સમિટનું સંકલન કરવામાં મદદ કરી રહેલા પંડજેતને જણાવ્યું હતું કે રશિયન પ્રમુખનું પ્રતિનિધિત્વ “વરિષ્ઠ અધિકારીઓ” કરશે. એવું માનવામાં આવે છે કે પુતિન વિશ્વના અન્ય નેતાઓનો સામનો કરવા માંગતા નથી.

સમિટમાં ભાગ લેનાર યુએસ પ્રમુખ જો બાઇડેને માર્ચમાં કહ્યું હતું કે રશિયાને G-20માંથી બહાર કરી દેવું જોઈએ. ગયા મહિને એક વિશિષ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન તે પુતિનને બાલીમાં રૂબરૂ મળશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા બાઇડેને કહ્યું હતું કે તે આવું કરવા માટે તેમને કોઈ સારું કારણ દેખાઇ રહ્યું નથી, પરંતુ તે “ખાસ કરીને તેના પર નિર્ભર રહેશે કે તે શું વાત કરવા માંગે છે? ” બાઇડેને કહ્યું કે જો પુતિન જેલમાં બંધ અમેરિકન બાસ્કેટબોલ સ્ટાર બ્રિટ્ટેની ગ્રિનરની ચર્ચા કરવા માગે તો તેઓ વાત કરવા તૈયાર છે.

(8:25 pm IST)