Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જ્ઞાનવાપી મસ્જિદનો “શિવલિંગ” મળેલો ભાગ સીલ કરીને સુરક્ષા કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

જ્ઞાનવાપી મસ્જિદના વીડિયો સર્વેમાં આના વજૂખાનામાં શિવલિંગ જેવી રચના મળી હતી. હિન્દૂ પક્ષે આને શિવલિંગ ગણાવ્યો છે

નવી દિલ્હી :જ્ઞાનવાપી મસ્જિદના જે વિસ્તારમાં શિવલિંગ જેવી રચના મળી આવી હતી, સુપ્રીમ કોર્ટે તે સીલ કરવા અને તેની સુરક્ષા કરવાના આદેશને આગળ વધારી દીધો છે. મસ્જિદના વજૂ કરવાના વજૂખાનામાં આ રચના મળી હતી અને સુપ્રીમ કોર્ટે 17 મેના દિવસે આને સીલ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પ્રતિબંધ 12 નવેમ્બરે ખત્મ થઇ રહ્યાં હતા. જોકે હિન્દૂ પક્ષોની અરજી પર મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાઈ ચંદ્રચૂજની બેન્ચે પ્રતિબંધ યથાવત રાખવાનો આદેશ આપ્યો છે.

વારાણસીની સિવિલ કોર્ટના આદેશ પર મે મહિનામાં કરાવામાં આવેલા જ્ઞાનવાપી મસ્જિદના વીડિયો સર્વેમાં આના વજૂખાનામાં શિવલિંગ જેવી રચના મળી હતી. હિન્દૂ પક્ષે આને શિવલિંગ ગણાવ્યો છે, જ્યારે મસ્જિદ સમિતિએ આનો ફુવારો હોવાનું કહ્યું છે

હિન્દૂ પક્ષે મસ્જિદમાં શેષનાગની આકૃતિ, હિન્દૂ દેવી-દેવતાઓની આકૃતિઓ, ત્રિશૂળ, ડમરૂ અને કમળના અવશેષો મળવાનો પણ દાવો કર્યો છે. સર્વે ખત્મ થયા પછીથી મસ્જિદનો આ ભાગ સીલ કરી દેવામાં આવ્યો છે.

 

પાંચ હિન્દૂ મહિલાઓએ વારાણસી જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરીને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલ માં શ્રૃંગાર ગૌરીની વર્ષભર પૂજા કરવાની પરવાનગી માંગી છે. હાલમાં વર્ષમાં માત્ર એક જ વખત પૂજાની પરવાનગી આપવામાં આવેલી છે. તેમને મસ્જિદમાં મળેલા શિવલિંગની પૂજા કરવાની પણ પરવાનગી માંગી છે.

મસ્જિદ સમિતિએ આનો વિરોધ કર્યો છે અને આને ઉપાસના સ્થળ અધિનિયમ, 1991નું ઉલ્લંઘન ગણાવ્યું છે, જે હેઠળ પૂજા સ્થળના ધાર્મિક સ્વરૂપને બદલવા પર પ્રતિબંધ છે.

 

 વારાણસીની જિલ્લા કોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશ પછી કેસની સુનાવણી કરી રહી છે. 20 મેના દિવસે સંભળાવેલા પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કેસમાં દખલગીરી કરવાથી ઇન્કાર કરી દીધો હતો અને મસ્જિદ સંબંધિત બધા જ કેસોને સિવિલ કોર્ટથી જિલ્લા કોર્ટને ટ્રાન્સફર કરી દીધા હતા.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે જિલ્લા જજને 25 વર્ષનો અનુભવ છે અને તેઓ કેસની સુનાવણી કરવા માટે સક્ષમ છે.

(6:54 pm IST)