Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

શેરબજારમાં તેજીનું તોફાન : સેન્‍સેકસ ૧૧૩૫ પોઇન્‍ટ ઉછળ્‍યો : નીફટી ૧૮૩૩૫ : ચોતરફા ખરીદીનો માહોલ

અમેરિકાથી પોઝીટીવ સંકેતો મળતા ઘરઆંગણે બજાર ઉછળ્‍યું

મુંબઇ, તા.૧૧: અમેરિકામાં મોંઘવારી નિયંત્રણમાં આવતા ગઇકાલે ત્‍યાનું શેરબજાર ઉછળ્‍યા બાદ અપેક્ષા મૂજબ અહિંના શેરબજારમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે.

આ લખાય છે ત્‍યારે સેન્‍સેકસ ૧૧૩૫ પોઇન્‍ટ વધીને ૬૧૭૪૯ તો નીફટી ૩૧૦ પોઇન્‍ટ વધીને ૧૮૩૩૮ ઉપર ટ્રેડ કરી રહેલ છે.

આજે તેજીને પગલે ઝોમેટો ૧૩ ટકા તો એપોલો હોસ્‍પિટલ ૪ ટકા ઉછળ્‍યો છે.

ઇન્‍ફોસીસ ૧૫૬૬, ટીસીએસ ૩૩૨૭, વીપ્રો ૪૦૩, HCC ટેક ૧૦૯૨, ટેક મહિન્‍દ્ર ૧૦૫૭, ઇન્‍ડીયન હોટલ્‍સ ૩૨૫ ઉપર છે.

આજે નાયકાનો શેર ૧૫ ટકા અપ થયો હતો, એપોલો હોસ્‍પિટલ પણ ૪ ટકા ઉછળ્‍યો હતો.

આજે આઇટી, ફાય - અને મેટલના શેર્સ ચમકયા હતા.

(3:19 pm IST)