Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કાળમુખી મંદીનો ‘ધ એન્‍ડ' ? અમેરિકામાં ઘટી રહી છે મોંઘવારી

અમેરિકામાં મોંઘવારીનો દર ઘટીને ૭.૭ ટકા : સપ્‍ટેમ્‍બરમાં અંક હતો ૮.૨ ટકા : શેરબજાર ઉછેળ્‍યું : વ્‍યાજદરોમાં વધારાના ટ્રેન્‍ડ ઉપર હવે બ્રેક લાગવાની શકયતા : અમેરિકી બજારને પગલે ભારતીય શેરબજાર ઉછળ્‍યું

નવી દિલ્‍હી, તા.૧૧ : મોંઘવારી ઘટવાના સંકેતોને કારણે ગુરુવારે યુએસ માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી. ૩૦ કંપનીઓનો અમેરિકન ઇન્‍ડેક્‍સ ડાઉ જોન્‍સ ૩ ટકા વધ્‍યો હતો. ન્‍યુ યોર્ક સ્‍ટોક એક્‍સચેન્‍જના નાસ્‍ડેકમાં ૬ ટકા અને લ્‍્રૂભ્‍માં ૪ ટકાનો ઉછાળો જોવા મળ્‍યો હતો. અમેરિકી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં ઓક્‍ટોબર મહિનામાં મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. જેના કારણે યુએસ માર્કેટમાં ગત દિવસોમાં જોરદાર ઉછાળો આવ્‍યો છે. અમેરિકાના આ સકારાત્‍મક સંકેતની અસર આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી છે.

અમેરિકામાં ઓક્‍ટોબર મહિનામાં મોંઘવારી દર ઘટીને ૭.૭ ટકા પર આવી ગયો છે. અગાઉ સપ્‍ટેમ્‍બરમાં તે ૮.૨ ટકા હતો. ફુગાવો કેટલાંક વર્ષોના ઉચ્‍ચ સ્‍તરે પહોંચવાને કારણે યુએસ સેન્‍ટ્રલ બેંકે આક્રમક રીતે વ્‍યાજદરમાં વધારો કરવો પડ્‍યો છે. હવે ફુગાવાના દરમાં ઘટાડાને કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુએસ સેન્‍ટ્રલ બેંક તેના વ્‍યાજ દરોમાં વધારાની ગતિ ધીમી કરી શકે છે.

નબળા વૈશ્વિક સંકેતો વચ્‍ચે ગુરુવારે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી નોંધાઈ હતી. સેન્‍સેક્‍સ અને નિફ્‌ટી બંને સૂચકાંકો તીવ્ર ઘટાડા સાથે બંધ થયા છે. ગ્‍લ્‍ચ્‍ સેન્‍સેક્‍સ ૪૦૦ થી વધુ પોઈન્‍ટ્‍સ નબળો પડ્‍યો છે, તો નિફ્‌ટી ૧૮૦૫૦ પર આવી ગયો છે. પરંતુ આજે મજબૂત વૈશ્વિક સંકેતો વચ્‍ચે ભારતીય બજાર મજબૂત છે.

અમેરિકી વ્‍યાજદરમાં વધારાની સીધી અસર ભારત પર પણ પડે છે. આવી સ્‍થિતિમાં જો આવનારા સમયમાં અમેરિકામાં વ્‍યાજ દરમાં વધારો ધીમો પડે તો તેની અસર ભારતમાં જોવા મળી શકે છે. રોકાણકારો ભારતીય શેરબજારોમાં રોકાણ કરવા તરફ ધ્‍યાન આપશે. તેનાથી સ્‍થાનિક બજારોમાંથી વિદેશી રોકાણકારોની જાવક ઘટશે. ભારતમાંથી FII ની બહાર નીકળવાથી બ્રેક લાગી શકે છે અને બજારની મંદી અટકી શકે છે.

યુએસ ફેડ દ્વારા વ્‍યાજદરમાં સતત વધારો થવાથી ભારતની મધ્‍યસ્‍થ બેંક આરબીઆઈ પર વ્‍યાજદરમાં વધારો કરવાનું દબાણ વધી રહ્યું છે. જેના કારણે રેપો રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. જો યુએસ ફેડ તેના પર બ્રેક લગાવે છે, તો ભારતીય રિઝર્વ બેંક પણ રેપો રેટ વધારવાની ગતિ ધીમી કરી શકે છે. જો કે, ભારતમાં રિટેલ ફુગાવાનો દર રિઝર્વ બેંકના નિયત આંકડા કરતા વધારે છે.

(10:03 am IST)