Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભાજપની પ્રથમ યાદી જાહેર : અનેક નવા ચહેરાઓ : કેટલાક રિપીટ : મહિલાઓને પ્રાધાન્‍ય : અનેકના પત્તા પણ કપાયા

ભૂપેન્‍દ્રભાઇ પટેલ અમદાવાદ ઘાટલોડિયા, ભાવનગર જીતુભાઇ વાઘાણી, પરસોત્તમ સોલંકી, જસદણથી કુંવરજીભાઇ બાવળીયા, મોરબીથી કાંતિ અમૃતિયા : બ્રિજેશ મેરજાનું પત્તુ કપાયુ : જેતપુરથી જયેશ રાદડિયા : ગોંડલથી ગીતાબા જાડેજા, વાંકાનેરથી જીતુ સોમાણી, રાજકોટ ૬૮ ઉદય કાનગડ, રાજકોટ ૬૯ ડો. દિર્શીતાબેન શાહ, રાજકોટ ૭૦ રમેશભાઇ ટીલાળા, રાજકોટ ૭૧ ભાનુબેન બાબરિયા, જામનગર ગ્રામ્‍ય રાઘવજી પટેલ, જામનગર શહેર રીવાબા જાડેજા, અમરેલીથી કૌશિક વેકરિયા, ચોટીલાથી શામજીભાઇ ચૌહાણ, ગીર સોમનાથ માનસિંહ પરમાર, પડધરી - ટંકારા માટે પ્રકાશભાઇ વરમોરાને ટીકીટ મળી : મંથન - મહામંથન બાદ મોડી રાત્રે પસંદગી પામેલાઓને પસંદગી થયાના ફોન રણક્‍યાઃ સવારે દિલ્‍હીથી પત્રકાર પરિષદમાં યાદી જાહેર થઇ

નવી દિલ્‍હી તા. ૧૦ : ગુજરાત વિધાનસભાની યોજાનારી ચૂંટણી માટે લંબાણપૂર્વકની મંત્રણાઓ અને મંથન - મહામંથન કર્યા બાદ આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં અનેક નવા ચહેરાઓને સ્‍થાન આપવામાં આવ્‍યું છે એટલું જ નહિ અનેક ઉમેદવારોને રીપીટ પણ કરવામાં આવ્‍યા છે. યુવા - મહિલાઓને તથા જ્ઞાતિના ફેકટરને પણ ધ્‍યાને લેવામાં આવ્‍યું હોય તેમ જણાય છે. ભાજપે અનેક દાવેદારોના પત્તા કાપી નાખ્‍યા હોવાનું યાદી તપાસતા જણાય છે. આજે સવારે દિલ્‍હીથી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમ અમદાવાદના ઘાટલોડિયાથી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ચૂંટણી લડશે તેવુ જાહેર થયુ હતુ. ભાવનગરથી જીતુભાઇ વાઘાણી પણ ચૂંટણી લડશે તેવુ જાહેર કરવામાં આવ્‍યુ હતુ.
ગઇકાલે મોડી રાત્રે જ પક્ષ દ્વારા પસંદગી પામેલાઓને ફોન કરી પસંદગી થઇ હોવાનું અને તૈયાર રહેલા જણાવવામાં આવ્‍યું હતું. પાર્લામેન્‍ટરી બોર્ડ અને તે પછી ચૂંટણી સમિતિની બેઠકમાં નામો ઉપર મ્‍હોર લગાવવામાં આવી હતી. ભાજપે વિજેતા બને અને ૧૫૦ પ્‍લસનો ટાર્ગેટ સિધ્‍ધ થઇ શકે તેવા ઉમેદવારોની પસંદગી કરી હોવાનું જાણવા મળે છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં યાદીના મુખ્‍ય મુખ્‍ય નામો જોઇએ તો સુરત (મજુરા)થી હર્ષ સંઘવી, સુરત (પヘમિ) પૂર્ણેશ મોદી, લીંબડીથી કિરીટસિંહ રાણા, પોરબંદરથી બાબુ બોખિરીયા, ગાંધીનગર દક્ષિણથી અલ્‍પેશ ઠાકોર, જેતપુરથી જયેશ રાદડિયા, ગોંડલથી ગીતાબા જાડેજા, જામનગર (શહેર) રીવાબા જાડેજા, જસદણથી કુંવરજીભાઇ બાવળીયા, રાજકોટ ૬૮ ઉદય કાનગડ, રાજકોટ ૬૯ ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ ૭૦ રમેશભાઇ ટીલાળા, ૭૧ ભાનુબેન બાબરીયા, મોરબી કાંતિ અમૃતિયા, વાંકાનેર જીતુ સોમાણી, જામનગર (ગ્રામ્‍ય) રાઘવજી પટેલ, કાલાવડ મેઘજી ચાવડા, લિંબાયત સંગીતા પાટીલા, ધારી જે.વી.કાકડીયા, ટંકારા દુર્લભજી, જામજોધપુર ચિમન શાપરીયા, રાજુલા હીરા સોલંકી, ભુજ કેશુભાઇ પટેલનો સમાવેશ થાય છે.
પડધરી - ટંકારા માટે દુર્લભજીભાઇ દેથરીયા, હળવદ માટે પ્રકાશભાઇ વરમોરા અને વાંકાનેર માટે જીતુભાઇ સોમાણીને ભાજપની ટીકીટો આપવામાં આવી છે.
કચ્‍છની વિધાનસભાની ૬ બેઠકો પૈકી ૪ બેઠકોના ઉમેદવારો ભાજપ દ્વારા જાહેર કરાયા છે. જે પૈકી અબડાસા બેઠક ઉપર પ્રદ્યુમનસિંહ જાડજો, રાપર બેઠક ઉપર વિરેન્‍દ્રસિંહ જાડેજા, ગાંધીધામ બેઠક ઉપર માલતીબેન મહેશ્વરી અને અંજાર બેઠક ઉપર ત્રિકમભાઇ છાંયાના નામ જાહેર થયા છે.
જામનગર ગ્રામ્‍ય માટે રાઘવજીભાઇ પટેલ, કાલાવડ માટે મેઘજીભાઇ ચાવડા અને જામજોધપુરની બેઠક માટે ચીમનભાઇ સાપરિયાને ફોર્મ ભરવાના ફોર્મ આવી ગયાનું જાણવા મળે છે. આ ઉપરાંત લીંબડી માટે કિરીટસિંહ રાણા, ચોટીલા માટે શામજીભાઇ ચૌહાણ અને તાલાળા માટે ભગાભાઇ બારડને પણ જાણ કરી દેવામાં આવ્‍યાનું જાણવા મળે છે.
જેમાં ગીર સોમનાથમાં નો રિપીટ થીયરી જોવા મળી હતી. ગીર સોમનાથ બેઠક પર જશા બારડનું પત્તુ કપાયું કપાયું છે અને ભાજપ દ્વારા આ બેઠક પર માનસિંહ પરમારને ટિકીટ ફાળવવામાં આવી છે. તો તાલાલા-૯૧  બેઠક પર ભગા બારડને ટિકીટ આપવામાં આવી છે. જયારે ગઢડા એસસી  બેઠક પરથી  આત્‍મારામ પરમારનું પત્તુ કપાયું છે અને સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્‍યા છે.  તો અમરેલી જિલ્લામાં કૌશિક વેકરિયા, લીંબડીમાં કિરીટસિંહ રાણાને ટિકીટ ફાળવવામાં આવી છે. તો વલસાડ ની ચારેય બેઠક પર ઉમેદવારોનો રીપીટ કરવામાં આવ્‍યા છે.સુરેન્‍દ્રનગર જિલ્લામાં ભાજપના ઉમેદવારો   દસાડા -૬૦  ૬૧ લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણાને  બેઠક પર પી.કે. પરમાર, ધ્રાંગધ્રા -૬૪ બેઠક પર પ્રકાશ વરમોરાને ટિકિટ ૬૨ વઢવાણ બેઠક પર જિજ્ઞા પંડ્‍યા, ચોટીલા -૬૩ બેઠક ઉપર શામજી ચૌહાણની  ટિકીટ મળી  છે.

 

(12:00 am IST)