Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મુંબઈ-પૂણેની વચ્ચે બને છે દુનિયાની સૌથી વિશાળ સુરંગ : મુખ્યમાંત્રી શિંદેએ કામગીરીની કરી સમીક્ષા

આ મિસિંગ લિન્ક પ્રોજેક્ટને કારણે મુંબઈથી પૂણેની મુસાફરીમાં અડધો કલાકનો સમય બચશે : પ્રોજેક્ટ તૈયાર થયા બાદ લોકોને ખીણના સાંકડા રસ્તાઓ પરથી પસાર થવું નહીં પડે

મુંબઈ :વિશ્વની સૌથી પહોળી ટનલ મહારાષ્ટ્રમાં તૈયાર થઈ રહી છે. મુંબઈ-પૂણે એક્સપ્રેસ વેના રૂટ પર આધુનિક ટેક્નોલોજીની મદદથી મિસિંગ લિન્ક પ્રોજેક્ટ તરીકે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે ડિસેમ્બર 2023માં તૈયાર થઈ જશે. લોનાવાલા વિસ્તાર નજીક લોનાવાલા તળાવની નીચે આ 8 કિમી લાંબી ટનલ હશે, જેની પહોળાઈ 23.75 મીટર હશે. તે માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિશ્વની સૌથી પહોળી ટનલ બનવા જઈ રહી છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ તેના નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી .

આ કાર્ય એટલું સરળ નહોતું. આ ટનલ લોનાવાલા તળાવની નીચે લગભગ 500થી 600 ફૂટના અંતરે છે. તે પૂર્ણ થયા બાદ લાખો મુસાફરો માટે મુસાફરી સરળ બની જશે. મુખ્યમંત્રી શિંદે મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ખોપોલીથી કુસગાંવ વચ્ચેનો આ નવો રોડ (ખુટતી લિંક) પ્રોજેક્ટ રાજ્યને ભેટ આપવા જઈ રહ્યા છે. ગુરુવારે, તેમણે આ પ્રોજેક્ટનું અત્યાર સુધીનું કામ જોયું અને તેના બાંધકામની ગતિ અને સ્થિતિ જોઈને સંતોષ વ્યક્ત કર્યો.

આ મિસિંગ લિન્ક પ્રોજેક્ટને કારણે મુંબઈથી પૂણેની મુસાફરીમાં અડધો કલાકનો સમય બચશે અને આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ લોકોને ખીણના સાંકડા રસ્તાઓ પરથી પસાર થવું નહીં પડે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ માત્ર અંતરો પાર કરીને સમયની બચત થશે, પરંતુ મુસાફરોને પણ ખીણમાંથી પસાર થવાનું જોખમ ઉઠાવવું પડશે નહીં.

(1:11 am IST)