Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

અમેરિકામાં ચૂંટણીમાં ભારતીય મૂળની નબીલા સૈયદે રચ્યો ઇતિહાસ :ઇલિનોઇસ વિધાનસભાની ચૂંટણી જીતી

આ ચૂંટણી જીતનારી તે વિધાનસભાની સૌથી નાની વયની મહિલા સભ્ય બની :નબીલા સૈયદ માત્ર 23 વર્ષની છે

નવી દિલ્હી : અમેરિકામાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય-અમેરિકન મહિલા નબીલા સૈયદે ઇલિનોઇસ વિધાનસભાની ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ચૂંટણી જીતનારી તે વિધાનસભાની સૌથી નાની વયની મહિલા સભ્ય બની છે. નબીલા સૈયદ માત્ર 23 વર્ષની છે અને તેણે આ વખતની યુએસ મિડ-ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન હરીફ ક્રિસ બોસને હરાવ્યા છે. નબીલાને ઇલિનોઇસના 51મા જિલ્લા માટે સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં 52.3% મત મળ્યા હતા 

  તેણે આ જીતની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરી છે. પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ શેર કરતા નબીલા સૈયદે લખ્યું, “મારું નામ નબીલા સૈયદ છે. હું 23 વર્ષની મુસ્લિમ ભારતીય-અમેરિકન મહિલા છું. અમે હમણાં જ રિપબ્લિકન દ્વારા યોજાયેલી શહેરી સંસ્થાની ચૂંટણી જીતી છે. તેણીએ આગળ લખ્યું, “અને જાન્યુઆરીમાં હું ઇલિનોઇસ વિધાનસભાની સૌથી યુવા સભ્ય બનીશ.” એક ટ્વીટના જવાબમાં સૈયદે લખ્યું, “કાલની ટિપ્પણીઓ માટે દરેકનો આભાર. અમારી પાસે એક અદ્ભુત ટીમ હતી જેણે આ શક્ય બનાવ્યું.

(1:05 am IST)