Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ટ્વીટરની કમાન સાંભળ્યા બાદ એલન મસ્કનો વધુ એક મોટો નિર્ણય : વર્ક ફ્રોમ હોમ પોલિસી ખતમ કરી

ટ્વિટરના નવા બોસ એલોન મસ્કે એક નવો ઈમેલ પોતાના કર્મચારીઓને મોકલી રિમોટ વર્ક ખતમ કરવાની માહિતી શેયર કરી

નવી દિલ્હી : ટ્વિટરમાં નવા બોસ એલન મસ્કના આવતા જ ટ્વિટરમાં ધમાલ મચી છે. એક પછી એક એલોન મસ્કના નિર્ણયનો કારણે આખી દુનિયા દંગ રહી ગઈ છે. ટ્વિટરના નવા બોસ એલોન મસ્કે એક નવો ઈમેલ પોતાના કર્મચારીઓને મોકલ્યો છે. એલોન મસ્કે પોતાના પહેલા ઈમેલથી જ પોતાના કર્મચારીઓને રિમોટ વર્ક ખતમ કરવાની માહિતી શેયર કરી છે. સાથે જ તેમણે કહ્યુ કે,આગળનો સમય ખુબ મુશ્કેલ રહેશે. એલોન મસ્કે આ ઈમેલ મોકલ્યો હતો. હાલમાં જ ટ્વિટરની ડિલ પૂરી થતા જ એલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી હતી. આવતાની સાથે જ તેમણે મોટા મોટા નિર્ણયો લેવાના શરુ કર્યા છે

મીડિયા રિપોર્ટ અનુસાર, એલન મસ્કે રિમોટ વર્કિગ એટલે કે વર્ક ફ્રોમ હોમ ખતમ કર્યુ છે. એટલે કે ટ્વિટરના કર્મચારીઓને હવે વર્ક ફ્રોમ હોમ કરવાની પરવાનગી નહીં મળે. સાથે જ કર્મચારીઓ પાસે એલન મસ્ક આશા રાખી રહ્યા છે કે, એક અઠવાડિયામાં તેઓ 40 કલાક કામ કરશે અને પોતાને સાબિત કરશે. કોરોના મહામારીને કારણે દુનિયાભરની અનેક કર્મચારીઓની જેમ ટ્વિટરે પણ વર્ક ફ્રોમ હોમ ચાલુ કર્યુ હતુ. ત્યારબાદ ગૂગલ જેવી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમને પરમનેન્ટ કર્યુ હતુ. જેની ભારે ચર્ચા થઈ હતી. પણ ત્યારબાદ ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ પોલીસી બંધ કરી હતી.

એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળતા જ ટ્વિટરમાં મોટા મોટા બદલાવ આવ્યા છે. આ પહેલા સીઈઓ જેવા મોટા પદ પરના અધિકારીઓને નીકાળવામાં આવ્યા હતા. તેમણે બોર્ડ ઓફ ડાયરેક્ટરની ટીમને પણ ભંગ કરી. ત્યારબાદ ટ્વિટરમાંથી 50 ટકા કર્મચારીઓને બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો, ગયા શુક્રવારે ઘણા કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

(8:55 pm IST)