Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાને કારણે ઠંડી વધી: આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની નીચે જવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હવે લઘુત્તમ તાપમાન ઝડપથી નીચે ઉતરશે. આગામી ૨૪ કલાક બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં પારો ૧૫ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી વધશે. જ્યારે દરિયાકિનારાના શહેરોમાં પણ તાપમાન હવે ઘટશે. જેના કારણે ઠંડી વધશે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની નીચે જવાની પણ વકી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીની નીચે રહેતા વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ખાસ કરી અંતરીયાળ વિસ્તારમાં તો ઠંડીથી બચવા માટે ફરજીયાત ગરમ કપડાંનો સહારો લેવો પડી રહ્યો છે. આજે ગુરુવારે ૧૪ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

(11:40 pm IST)