Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

દેશની ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર છે

સંઘના પ્રમુખનું દેશની આધ્યાત્મિકતા પર નિવેદન : સાધુ-સંતોએ ભારતની આધ્યાત્મિક શક્તિ વધારવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છેઃ સંઘ પ્રમુખ

નવી દિલ્હી, તા.૧૧ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે, દેશની સમગ્ર ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર નિર્ભર છે અને સાધુ-સંતોએ ભારતની આધ્યાત્મિક શક્તિ વધારવામાં પોતાનું મહત્વનું યોગદાન આપેલું છે.

તેના પહેલા ભાગવત હિંગોલી જિલ્લાના નરસી ખાતે ૧૩મી સદીના સંત નામદેવના જન્મ સ્થળે ગયા હતા.

પ્રસંગે સંઘ પ્રમુખે કહ્યું કે, સંત નામદેવે લોકોને સરળ ભાષામાં ધાર્મિક જીવન જીવવાનું શિક્ષણ આપ્યું હતું. તેમણે વારકરી (ભગવાન વિઠ્ઠલ) શ્રદ્ધાળુઓના સંદેશાને પંજાબ સુધી પહોંચાડ્યો હતો.

હિંદુ સમુદાયની શાંતિપ્રિયતા અને ભાઈચારાને દર્શાવે છે. પંજાબના લોકોએ સંત નામદેવને સરળતાથી અપનાવ્યા. નામદેવના ૬૧ પદ ગુરૂગ્રંથ સાહિબમાં સામેલ છે. શ્રી ગુરૂ નાનક દેવજી અને ગુરૂ ગોવિંદ સિંહજીએ હંમેશા સંત નામદેવને સન્માનનું સ્થાન આપ્યું.

સંઘ પ્રમુખ ગુરૂવારે ઔરંગાબાદ પહોંચશે અને ત્યાં ૧૪ નવેમ્બર સુધી તેઓ વિભિન્ન કાર્યક્રમોમાં સહભાગી બનશે. ત્યાર બાદ હૈદરાબાદ થઈને ૧૫ નવેમ્બરે કોલકાતા પહોંચવાનો કાર્યક્રમ છે.

(7:17 pm IST)