Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ચન્નીની સ્પીચ દરમિયાન વિવાદ થયો: નવજોત સિંહ સિદ્ધૂ અને અકાલી દળના નેતાઓમાં અથડામણ થઇ હતી અને આ વાત મારામારી સુધી પહોચી ગઇ

સિદ્ધૂએ આરોપ લગાવ્યો કે અકાલી દળ સરકારના કામ પરથી લોકોને ધ્યાન ભટકાવવા માંગે છે

ચંદીગઢ: પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ચન્નીની સ્પીચ દરમિયાન વિવાદ થયો છે. વિવાદ એટલો વધી ગયો કે નવજોત સિંહ સિદ્ધૂ અને અકાલી દળના નેતાઓમાં અથડામણ થઇ હતી. આ વાત મારામારી સુધી પહોચી ગઇ હતી. હંગામો કઇ વાત પર થયો આ જાણકારી સામે આવી નથી.

વિધાનસભામાં થયેલા હંગામા પર નવજોત સિંહ સિદ્ધૂનું નિવેદન આવી ગયુ છે. પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સિદ્ધૂએ કહ્યુ, ‘વિપક્ષ ડરેલો છે, માટે જાણી જોઇને આવુ કરવામાં આવ્યુ. ચન્ની સરકાર, પંજાબ કોંગ્રેસ અહીના લોકો માટે કામ કરી રહી છે. જે પણ યોજનાઓ બની, જાહેરાત થઇ તે આગામી પાંચ વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આગામી બે-ત્રણ મહિનાને ધ્યાનમાં રાખીને નહી.

સિદ્ધૂએ કહ્યુ- આવી શકે છે ગૃહયુદ્ધની સ્થિતિ

સિદ્ધૂએ આરોપ લગાવ્યો કે અકાલી દળ સરકારના કામ પરથી લોકોને ધ્યાન ભટકાવવા માંગે છે. સિદ્ધૂએ રાજ્યની ઉપર જે દેવુ છે તેની પર ચિંતા વ્યક્ત કરી છે, અહી સુધી કહેવામાં આવ્યુ કે જો સ્થિતિ ના સુધરી તો સિવિલ વોર (ગૃહયુદ્ધ)ની સ્થિતિ ઉભી થઇ શકે છે. સિદ્ધૂએ કહ્યુ કે રાજ્યની જે ઇનકમ છે તેના 24 ટકા ભાગ દેવાના વ્યાજમાં આપવામાં આવી રહ્યો છે.

પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે આગળ કહ્યુ કે પંજાબમાં કૃષિમાં વિવિધતા લાવવા માટે નીતિઓની કમી છે, તેમણે કહ્યુ કે ખેડૂતોનો જીવ આપવો અને પ્રદર્શન કરવો બન્ને આ વાતની નિશાની છે કે કૃષિ સેક્ટર સંકટમાં છે.

ચન્નીએ અકાલી દળ પર પ્રહાર કર્યા

વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ચરણજીત સિંહ ચન્નીએ અકાલી દળ પર પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યુ હતુ કે શિરોમણી અકાલી દળ દરેક મુદ્દાને રાજકીય રંગથી જોવે છે જે દુર્ભાગ્યપૂર્ણ છે.

મહત્વપૂર્ણ છે કે 15મી પંજાબ વિધાનસભાનું 16મુ સેશન ચાલી રહ્યુ છે. આ દરમિયાન ચન્નીએ એવો પણ આરોપ લગાવ્યો કે અકાલીને કારણે સંઘ (RSS) માટે પંજાબના રસ્તા ખુલ્યા હતા. કહેવામાં આવ્યુ કે સંઘ હંમેશા પંજાબના હિતો વિરૂદ્ધ કામ કરે છે.

(5:34 pm IST)