Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

૧૯૯૦ની સાલ જેવુ કાશ્મીર ફરી દેખાયું

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૧૧ :. કાશ્મીરની હાલત અત્યારે ૧૯૯૦ના દશકા જેવી થઈ ગઈ છે. તે સમયે રસ્તા ઉપર નિકળતા લોકોની તલાસી લેવામાં આવતી હતી અને દુકાનો બંધ કરાવનાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હતી. ફરી એકવાર ૧૪ વર્ષ પછી કાશ્મીરમાં બીએસએફની ટીમોને મુકવામાં આવી છે. આંતરીક સુરક્ષા વ્યવસ્થાને ફરીથી સીમા સુરક્ષા દળના હવાલે કરી દેવામાં આવી છે. આતંકવાદીઓની ગતિવિધિઓ ઉર્પીર નજર રાખવા માટે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે. કાશ્મીરમાં અત્યારે અર્ધ સૈનિક દળોની ૫૫ ટુકડીઓ તૈનાત કરાઈ છે. બીએસએફને શ્રીનગર, પુલવામા, શોપીયા, અનંતનાગ, ગાંદરબલ, ફુલગામ અને બારામુલ્લામાં બીએસએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે અને આતંકી પ્રવૃતિઓને ઝડબાતોડ જવાબ આપવા ટીમો તૈયાર છે.

(4:35 pm IST)