Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

લિંકન ફાર્માનો બીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ૧૩.૨૭ ટકા વધીને રૂ. ૨૨.૮૮ કરોડ

મુંબઇ, તા.૧૧: ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૨૨.૮૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ. ૨૦.૨૦ કરોડના ચોખ્ખા નફા કરતાં ૧૩.૨૭ ટકાની વૃદ્ઘિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળા માટે કુલ આવકો રૂ. ૧૨૯.૪૧ કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બીજા ત્રિમાસિક ગાળામાં નોંધાયેલી રૂ. ૧૨૩.૫૧ કરોડની કુલ આવકો કરતાં ૪.૭૮ ટકા વધુ હતી. સપ્ટેમ્બર, ૨૦૨૧દ્ગક્ન રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. ૩૧.૯૫ કરોડ રહી હતી જે ગત નાણાંકીય વર્ષના આ જ ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૯.૦૨ કરોડ રહી હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૨દ્ગક્ન બીજા ત્રિમાસિક ગાળા માટે ઈપીએસ શેરદીઠ રૂ. ૧૧.૪૪ રહી હતી જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ. ૧૦.૧૦ હતી. કંપનીએ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ મળેલી તેની ૨૭મી એજીએમમાં શેરદીઠ રૂ.૧.૫૦ના ડિવિડન્ડને મંજૂરી આપી હતી.

કંપનીએ તાજેતરમાં જ ગુજરાતના મહેસાણા ખાતે એક પ્લાન્ટ હસ્તગત કર્યો છે અને સિફેલોસ્પોરિન પ્રોડકટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. કંપની વિસ્તરણ માટે રૂ. ૩૦ કરોડનું રોકાણ કરવા ધારે છે અને તેની વ્યાપારિક કામગીરી માર્ચ, ૨૦૨૨ થી શરૂ થાય તેવી શકયતા છે. આ પ્લાન્ટ આગામી ત્રણ વર્ષમાં લગભગ રૂ. ૧૫૦ કરોડના વેચાણનું પ્રદાન કરે તેવી સંભાવના છે. પ્લાન્ટમાં તમામ પ્રકારની સિફેલોસ્પોરિન પ્રોડકટ્સ જેવી કે ટેબ્લેટ, કેપ્સ્યુલ, ડ્રાય સિરપ અને ઈન્જેકટેબલ્સનું ઉત્પાદન થશે.

(3:50 pm IST)