Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

હેસ્ટર બાયોસાયન્સિસનો ૨૦૨૧-૨૨નો ચોખ્ખો નફો ૧૬ ટકા વધીને રૂ. ૧૧.૭૩ કરોડ

મુંબઇ, તા.૧૧: ભારતની અગ્રણી એનિમલ હેલ્થકેર કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૧૧.૭૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ. ૧૦.૧૩ કરોડ કરતાં ૧૬ ટકા વધુ હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીથી આવકો રૂ. ૫૬.૫૯ કરોડ નોંધાઈ હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૫૩.૬૨ કરોડ કરતાં છ ટકાની વૃદ્ઘિ દર્શાવે છે.  નાણાંકીય વર્ષ ૨૦૨૨ના બીજા ત્રિમાસિક ગાળા માટે ઈપીએસ રૂ. ૧૩.૮૪ નોંધાઈ હતી.

વેકિસનના વેચાણમાં નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળામાં ૧૩ ટકાનો અને નાણાંકીય વર્ષ ૨૦૨૨ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૨૬ ટકાનો વધારો જોવા મળ્યો છે. હેલ્થ પ્રોડકટ્સના વેચાણમાં નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળામાં ૩૧ ટકાનો અને નાણાંકીય વર્ષ ૨૦૨૨ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૫૩ ટકાની વૃદ્ઘિ જોવા મળી છે. વિશ્વભરમાં કાર્ગો મુવમેન્ટમાં નિયંત્રણોના લીધે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નિકાસોમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.

(3:50 pm IST)