Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

૨૩ કરોડનો વીમો મેળવવા પોતાના બે પગ જાણી જોઈને કપાવી નાંખ્યા..બાદમાં...

નવી દિલ્હી, તા.૧૧: ઈન્સ્યોરન્સની તગડી રકમ મેળવવા માટે એક વ્યકિતએ એવુ કાવતરુ રચ્યુ હતુ કે જે જાણીને હેરતમાં પડી જવાશે.

જોકે એ પછી પણ તેને વીમાની રકમ મળી નથી.આ અજીબો ગરીબ કિસ્સો યુરોપાના દેશ હંગેરીનો છે જયારે સેન્ડર નામના વ્યકિતએ ૨.૪ મિલિયન યુરો એટલે કે ૨૩ કરોડ રુપિયાનો વીમો મેળવવા માટે ટ્રેન નીચે જાણી જોઈને પોતાના બે પગ કપાવી નાંખ્યા હતા.

આ ઘટના ૨૦૧૪માં બની હતી.૫૪ વર્ષીય સેન્ડરે પોતાના બંને પગ ગુમાવી દીધા હતા.તેણે ૧૪ વીમા પોલિસી લીધી હતી અને પગ કપાઈ ગયા બાદ તેણે વીમાની રકમ મેળવવા માટે વીમા કંપનીઓનો સંપર્ક કર્યો હતો.જોકે આ કૃત્ય તેણે જાણી જોઈને કર્યુ હોવાનુ બહાર આવી ગયુ હતુ.

કારણકે તેના પગ કપાયા તે પહેલા જ તેણે વીમા કંપનીઓની પોલીસી લીધી હોવાથી કંપનીઓને શંકા ગઈ હતી.તેમણે વળતર ચુકવવામાં મોડુ કર્યુ હતુ અને તેનાથી નારાજ થઈને સેન્ડરે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

સેન્ડરે દલીલ કરી હતી કે, કાચના ટુકડા પર મારો પગ પડ્યો હતો અને હું ટ્રેનના પાટા પર પડ્યો હતો.જેમાં મારા બે પગ કપાઈ ગયા હતા.વીમા કંપનીઓએ તેની સામે પોતાની દલીલ કરી હતી અને તે કોર્ટે માન્ય રાખી હતી. આમ સેન્ડરને વીમાની રકમ નહીં મળે.

(3:48 pm IST)