Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ભુવનેશ્વરમાં દેશની પ્રથમ રાષ્ટ્રીય યોગાસન ચેમ્પીયનશીપનો પ્રારંભઃ પ૬૦ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા

નેશનલ યોગાશન સ્પોર્ટસ ફેડરેશન (NYSF) દ્વારા આયોજન

ભુવનેશ્વર તા.૧૧ : આજથી ઓડીશાના ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય યોગ સ્પર્ધાની શરૂઆત થઇ છે. દેશની યોગની આ પ્રથમ સ્પર્ધા છે. આજે ખુબજ વાઇબ્રાન્ટ રીતે પ૬૦ તેજસ્વી અને યુવા સ્પર્ધકોની હાજરીમાં સ્પર્ધાની શરૂઆત થઇ હતી. દેશના ૩૦ રાજયોના સ્પર્ધકો વચ્ચે પ૦ મેડલ જીતવા સ્પર્ધા યોજાશે.આ સ્પર્ધાનું નેશનલ યોગાશન ર્સ્પોટસ ફેડરેશન (NYSF) દ્વારા ઓડીશા સરકારના સહયોગથી આયોજન કરાયું છે સ્પર્ધા તા.૧૧ થી ૧૩ દરમિયાન યોજાશે. આ સ્પર્ધા દ્વારા ઓલમ્પીકમાં યોગાશનને સ્થાન મળે તેવા પ્રયાસો કરાશે. સંસ્થા પ્રમુખ ઉદીથ શેઠ, જનરલ સેક્રેટરી ડો.જયદીપ આર્ય, ડો. પ્રફુલકુમાર મિશ્રા, ઉમંગ ડાઉન અને ડો. સસ્મીતા સમંથા (KIIT યુનિ.) ઉદ્દઘાટન સમારંભમાં હાજર રહેલ. ઓડીશાના રમત ગમત અને યુવા ખાતાના સેક્રેટરી આર.વીનીલે સ્પર્ધકોને બીરદાવી પ્રોત્સાહન આપેલ.

(3:44 pm IST)