Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

પૈંગાંગ જીલના બ્લેક ટોપ ઉપર ચીને નવી પોસ્ટ બનાવી લીધી !

(સુરેશ ડુગ્ગર) જમ્મુ, તા. ૧૧ :. પૈંગાંગ જીલના બ્લેક ટોપ એરીયામાં ચીની સેનાએ ભારતીય સેના સાથે કરેલી સમજુતી બાદ ફરીથી પોસ્ટ બનાવી લીધી છે. આ દાવોે ચીની મિડીયા દ્વારા કરવામાં આવ્યો છે. તેઓએ એવો દાવો પણ કર્યો છે કે આવતા દિવસોમાં ચીનની સૈન્ય કવાયત ભારતીય સેના માટે ભારે સાબિત થશે.

ટ્વીટર અને અન્ય માધ્યમો ઉપર ચીની મિડીયા દ્વારા મુકવામાં આવેલા ફોટોગ્રાફસ સાથે એવો દાવો થયો છે કે ચીન સેનાએ કૈલાશ રેન્જની બ્લેક ટોપ પહાડી ઉપર ફરી પોતાની પોસ્ટ બનાવી લીધી છે. આ જગ્યા ઉપર ભારતીય સેનાએ ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં દાવો કર્યો હતો કે, આ વિસ્તારમાં રાતોરાત વધી રહેલી ચીની સેનાની હિલચાલને ભારત સેનાએ રોકી લીધી છે. એટલુ જરૂર હતુ કે, સ્થાપિત કરવામાં આવેલી પોસ્ટો ઉપરથી ચીની સેના ચુશુલ ક્ષેત્રમાં સ્થાપિત ભારતીય ચોકીઓ ઉપર નજર રાખવામાં સફળ થઈ રહી છે. જો કે ભારતીય સેનાધિકારી ચીની મિડીયાના દાવા ઉપર ચૂપ બેઠા છે. રક્ષા સૂત્રો એટલુ જરૂર કહે છે કે ચીની સેનાની હલચલ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ઝડપી જરૂર બની ગઈ છે. તેઓ ચિંતા વ્યકત કરતા કહે છે કે ચીની સેના આ વખતે આક્રમક મૂડમાં છે. જો કે ભારતીય સુરક્ષા અધિકારીઓ કહે છે કે ભારતીય સેના ચીની સેનાના બરાબરની ટક્કર આપવા માટે પુરી તૈયાર છે. ભારતીય સેનાની ચિંતાની શકયતા ચીની મિડીયાના દાવાઓથી પણ થાય છે. જેમાં કહેતા હતા કે આગલા પગલામાં ચીની સેના કૈલાશ રેન્જની હેલ્મેટ ટોપ, મગ્ગર હીલ અને સેનાપોશાન પહાડ ઉપરના વિસ્તારોમાં પોસ્ટ બનાવવામાં જોતરાયેલી છે, જ્યાંથી ભારતીય સેનાને ચોંકાવી શકાય છે અને તેમની પોસ્ટ ચીની સેનાની રેન્જમાં પણ રહેલી છે.

(3:43 pm IST)