Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનારા મહિલા કુસ્તીબાજોને અભિનંદન પાઠવતા નરેન્દ્રભાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સર્બિયામાં સિનિયર અંડર-૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૨૧માં મેડલ જીતવા બદલ ભારતીય મહિલા કુસ્તીબાજોને અભિનંદન પાઠવ્યા હતા. ભારતની શિવાની પવારે ૫૦ કિગ્રા વર્ગમાં સિલ્વર જીત્યો, જયારે અંજુ, દિવ્યા કાકરાન, રાધિકા અને નિશા દહિયાએ અનુક્રમે ૫૫ કિગ્રા, ૬૨ કિગ્રા અને ૭૨ કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો.

શ્રી મોદીએ ટ્વિટર પર મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવી જણાવ્યું કે બેલગ્રેડમાં કુસ્તીને વધુ લોકપ્રિય બનાવવામાં યોગદાન આપશે.

ભારતીય મહિલા કુસ્તીબાજોએ ચેમ્પિયનશીપમાં પાંચ મેડલ જીત્યા હતા. જે ૨૦૧૭માં તેની શરૂઆતની સીઝનથી આ ઈવેન્ટમાં દેશના સૌથી સફળ પ્રદર્શનને ચિહિૃનત કરે છે. અગાઉ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)એ પણ ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે કુસ્તીબાજોની પ્રશંસા કરી હતી.

(3:01 pm IST)