Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વિરાટની પુત્રી પર બળાત્કારની ધમકી આપનાર શખ્સ ઝડપાયો

મુંબઇઃ વિરાટ કોહલીની પુત્રી પર બળાત્કારની ધમકીઓ આપનાર હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈની સાયબર સેલ પોલીસે ૨૩ વર્ષીય રામનાગેશ અલીબાથિનીની ધરપકડ કરી છે. આરોપી રામનાગેશ સોફ્ટવેર એન્જિનિયર છે અને તે અગાઉ ફૂડ ડિલિવરી એપ માટે સોફ્ટવેર બનાવતો હતો. ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હાર બાદ વિરાટ કોહલી અને તેના પરિવારને ધમકીઓ મળી હતી.  વિરાટની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને ટ્વિટર પર અજાણ્યા એકાઉન્ટમાંથી બળાત્કારની ધમકી મળી હતી. જે એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવી હતી તે એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતુ.

(3:02 pm IST)