Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

દેશભરમાં ગુજરાતમાંથી સપ્લાય થઈ રહ્યું છે ડ્રગ્સ, સામે લાવીસ ડ્રગ કનેકશનઃ નવાબ મલિક

ગુજરાત પણ જાણે કે હવે ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે

મુંબઇ, તા.૧૧: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે ગુરુવારે ડ્રગ્સ કેસમાં પ્રેસ કોન્ફ્રન્સ કરી જણાવ્યું કે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે મારા જમાઈના દ્યરમાંથી ડ્રગ્સ મળ્યું હતું. નવાબ મલિકે જણાવ્યું કે દ્વારકામાં ડ્રગ્સ પકડાયું છે, શું આ સંયોગ છે? નવાબ મલિકે NCBના ડીજીને વિનંતી કરતા જણાવ્યું કે ૧૯૮૫માં કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે દેશને નશામુકત કરવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાંથી ડ્રગ્સ આવે છે અને અમે ગુજરાતના ડ્રગ કનેકશનને દેશની સામે લાવીશું. નવાબ મલિકે જણાવ્યું કે એનસીબીના ડીજી આ મામલાને ગંભીરતાથી લેશે, આ અમારી વિનંતી છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. નવાબ મલિકે જણાવ્યું કે ભાજપ એવો પ્રચાર કરી રહી છે કે નવાબ મલિક લડાઈમાં એકલા પડી રહ્યા છે, પરંતુ મારી સાથે પવાર સાહેબ અને સીએમ બંને છે.

ગુજરાત પણ જાણે કે હવે ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. મુન્દ્રામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્રારકામાંથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઈ માર્ગેથી આવતો ૬૬ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે અંદાજે આ ડ્રગ્સ ૩૫૦ કરોડોની કિંમતનું છે.

(2:48 pm IST)