Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મધ્યપ્રદેશના લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા ગુજરાત આવે છે !!

દોહોદ, તા., ૧૧: કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ  ઉપર એકસાઇઝ ડયુટી ઘટાડવામાં આવતા રાજય સરકારે પણ વેટ ઘટાડયો છે. જેને લઇને ગુજરાતમાં પેટ્રોલની કિંમત ઘટી ગઇ છે. જેને લઇને ગુજરાતની જનતાને રાહત મળી છે. જયારે પાડોશી રાજય મધ્યપ્રદેશમાં સ્થિતિ પહેલા જેવી જ છે. અહિંયા ડીઝલ અને પેટ્રોલના ભાવ હજુ પ્રતિલીટર ૧૦૦ થી વધુ છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાત બોર્ડર આસપાસ રહેતા મધ્યપ્રદેશના રહેવાસીઓ પેટ્રોલ-ડીઝલ ભરાવવા ગુજરાત સીમાના દાહોદ જીલ્લામાં આવે છે.

ગુજરાતમાં મધ્યપ્રદેશની તુલનામાં પેટ્રોલ ૧૧.૯ર રૂ. સસ્તુ છે. ગુજરાતના દાહોદ જીલ્લામાં પેટ્રોલ ૯૬.૩૦ રૂપીયે મળે છે. જયારે ડીઝલ ૯૧.૭૯ રૂપીયે મળે છે. મધ્યપ્રદેશના ઝાંબુવા જીલ્લામાં પેટ્રોલ ૧૦૮.રર અને ડીઝલ ૯૧.૯ર રૂપીયા પ્રતિ લીટર વેચાય છે. ઇન્દોર-અમદાવાદ હાઇવે ઉપર દાહોદ જીલ્લાના આવેલા જાલોદના એક પેટ્રોલ પંપ પાડોશી રાજયના લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવે છે. મધ્યપ્રદેશના લોકોને પેટ્રોલ લીટરદીઠ ૧ર રૂપીયા અને ડીઝલ લીટર દીઠ ર રૂપીયા સસ્તુ પડે છે.

(1:11 pm IST)