Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગ્રીન ઇકોનોમીથી ૯ વર્ષમાં પ કરોડ નવી નોકરીઓ મળશે

વર્લ્ડ ઇકોનોમી ફોરમનો રીપોર્ટઃ કાર્બન ઉત્સર્જન શુન્ય કરવાનો લક્ષ રખાયો

નવી દિલ્હી, તા., ૧૧: દેશમાં સ્વચ્છ ઉર્જા એટલે કે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન દેવાથી ઘણા બધા લાભો થશે. તેનાથી પર્યાવરણ તો સ્વચ્છ બનશે જ સાથે સાથે અર્થ વ્યવસ્થાને પણ ઘણો ફાયદો થશે. આ ઉપરાંત કરોડો નોકરીઓનું સર્જન થશે. ભારતે વર્ષ ર૦૭૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાનું લક્ષ રાખ્યું છે. આ માટે ગ્રીન ઉર્જા સ્ત્રોતોની ક્ષમતા ર૦૩૦ સુધીમાં વધારી પ૦૦ ગીગા વોટ સુધી પહોંચાડાશે. વર્લ્ડ ઇકોનોમી ફોરમના રીપોર્ટમાં આમ કહેવાયું છે.

ડબલ્યુઇએફ મુજબ ર૦૩૦ સુધી ભારતમાં ગ્રીન એનર્જી મારફત લગભગ પ કરોડ નવી નોકરીઓ ઉભી થશે. જયારે દેશમાં આર્થિક ઢાંચામાં ૧ લાખ કરોડ ડોલર  એટલે કે ૭૪ લાખ કરોડ રૂપીયાનું યોગદાન આવશે.

કાર્બન ઉત્સર્જન આવતા વર્ષોમાં ૧૦૦ કરોડ ટન ઓછુ થશે. ૪પ ટકા સુધી કાર્બનનું ઘનત્વ ઘટશે. જેનો સીધો ફાયદો પર્યાવરણને થશે. ઉર્જા જરૂરીયાતની પ૦ ટકા જરૂરત રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થશે.

ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ૯૦ ટકા યોગદાન ઉર્જા, પરીવહન, ઉદ્યોગ, બુનીયાદી ઢાંચા અને શહેર ઉપરાંત કૃષિ જેવા પાંચ પ્રમુખ ક્ષેત્રોનું છે. ગ્રીન એનર્જીનો ઉપયોગ વધવાની તગડી સંભાવના છે.

ડબલ્યુઇએફના ભારત ઉપપ્રમુખ શ્રીરામ ગુપ્તાના કહેવા મુજબ ભારતમાં હાલમાં પ્રતિ વ્યકિત કાર્બન ઉત્સર્જન ઘણું ઓછું છે. આ વધી શકે છે. પરંતુ વર્તમાન સ્તરથી તેને નીચે લાવવા પ્રયાસો થઇ રહયા છે. એવામાં ભારત દુનિયાની પહેલી પાંચ ટ્રીલીયન ડોલર ઓફ કાર્બન ઇકોનોમી બને તેવું અનુમાન લગાવાઇ રહયુ઼ છે.

(1:11 pm IST)