Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

LAC પર ભારત અને ચીનની વચ્ચે તણાવ ઘટતો જ નથી

બોર્ડર પર નવાજૂનીનાં એંધાણ? યુદ્ઘ માટે તૈયાર રહે સેનાઃ રાજનાથ સિંઘ

સંકટને પહોંચી વળવા માટે શોર્ટ નોટિસમાં તૈયાર રહોઃ દળોને આપ્યો આદેશ

નવી દિલ્હી, તા.૧૧: રક્ષા મંત્રી રાજનાથ  સિંદ્ય બુધવારે સુરક્ષા દળોને કહ્યું છે કે તે કોઈ પણ રીતે સંકટને પહોંચી વળવા માટે શોર્ટ નોટિસમાં તૈયાર રહે. સીમા પર વધી રહેલા તણાવની વચ્ચે નિવેદન ઘણું મહત્વનું છે. ચીન સતત બોર્ડર પર પોતાની એકિટવિટી વધારી રહ્યું છે. વાયુસેનાના ત્રણ દિવસીય છ માસિક કમાન્ડર કોન્ફ્રન્સની શરુઆત આજે કોન્ફ્રન્સમાં વાયુસેનાના મુખ્ય અધિકારીઓને સંબોધિત કરતા રાજનાથ  સિંદ્યે આ વાત કહી છે.

LAC પર લદ્દાખ સેકટર અને ઈસ્ટર્ન સેકટરમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ ઓછો નથી થઈ રહ્યો. બન્ને તરફથી સીમા પર સૈન્ય પ્રવૃત્તિઓની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવામાં આવી રહ્યું છે. ગત ૧૮ મહિનાથી લદ્દાખમાં બન્ને દેશોની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે અને આ ઓછી નથી થઈ રહી. રક્ષા મંત્રીએ વાયુ સેનાની ઉચ્ચ સ્તરીય તૈયારીઓ અને કોઈ પણ પ્રકારની સ્થિતિમાં શોર્ટ નોટિસ પર તૈયાર રહેવાની ક્ષમતાના વખાણ કર્યા છે.

કમાન્ડર્સને સંબોધિત કરતા વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ તાત્કાલીક જવાબ આપવા માટે અનેક સ્તર પર ક્ષમતાને વધારવા પર ભાર મુકયો છે. તેમણે કહ્યું કે જો ભારતની વિરુદ્ઘ કોઈ પણ પ્રકારની ગતિવિધિ થાય છે તો અમે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. વાયુસેના પ્રમુખે સેના અને નૌસેનાની સાથે સંયુકત અભ્યાસની જરુરિયાત પર ભાર મુકયો જેથી ભવિષ્યની જંગ માટે તૈયાર થઈ શકે. રક્ષા મંત્રીએ આ સંબંધમાં કહ્યું કે આ અંગે વિચાર ચાલી રહ્યો છે કે તમામ લોકો સાથે વાત ચાલી રહી છે.

DMAના અધ્યક્ષતા કરી રહેલા CDS જનરલ બિપિન રાવતે ૩ સેનાઓને કહ્યું છે કે થિયેટર કમાન્ડરને તૈયાર કરવાને લઈને અઘ્યયન કરો અને ૬ મહિનામાં પોતાનો વિસ્તૃત રિપોર્ટ મોકલો. રિપોર્ટ જમા કરવાનો સમય ૨૦૨૨ થી વધારીને એપ્રિલ ૨૦૨૨ કરી દેવામાં આવી છે.  ચીન સતત પોતાની હરકતોમાંથી ઉંચુ નથી આવતુ અને સીમા પર ઉશ્કેરણીજનક હરકતો કરતું રહે છે. તે સતત સીમા પર પોતાના સેન્ય શકિતઓને વધારી રહ્યું છે. બીજી તરફ તે પાકિસ્તાનને પણ સૈન્ય મદદ કરવામાં લાગ્યું છે.

(10:41 am IST)