Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઘેર બેઠા સાજા થઇ શકશે દર્દીઓ

ભારતમાં બનેલ કોરોના વિરોધી ગોળીને ટુંક સમયમાં મંજુરી

મોલનુપીરવીર ગોળીથી હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીને રાહત

નવી દિલ્હી તા. ૧૧ : હળવાથી મધ્યમ લક્ષણોવાળા કોરોના પેશન્ટોની સારવાર માટે મર્કની એન્ટીવાયરલ ગોળી મોલનુપીરવીરને આપાતકાલીન ઉપયોગની પરવાનગી થોડા દિવસોમાં મળી શકે છે. આ માહિતી કોવિડ સ્ટ્રેટેજી ગ્રુપ, સીએસઆઇઆરના અધ્યક્ષ ડો. રામ વિશ્વકર્માએ એનડીટીવીને આપી હતી. આ દવા એવા લોકો માટે છે જેમને ગંભીર કોરોના અથવા હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ છે. તેમણે કહ્યું કે, અન્ય એક ગોળી ફાઇઝરની પેકસલોવિડમાં થોડો વધારે સમય લાગી શકે છે.

તેમણે કહ્યું કે, બે દવાઓ આવી જવાથી ઘણો ફેર પડશે અને જેવી રીતે આપણે મહામારીને ખતમ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ તેમાંપ ણ તે રસીકરણ કરતા વધારે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ દવાઓને વાયરસના કોફીનમાં વિજ્ઞાન દ્વારા અંતિમ ખીલી ગણાવતા તેમણે કહ્યું કે, મને લાગે છે કે મોલનુપીરવીર આપણા માટે બહુ જલ્દી ઉપલબ્ધ થશે. પાંચ કંપનીઓ દવા નિર્માતા સાથે કામ કરી રહી છે. મને લાગે છે કે ગમે ત્યારે આપણને તેના ઉપયોગની મંજૂરી મળી શકે છે.

તેમણે કહ્યું કે, બ્રિટનમાં તેના ઉપયોગની મંજૂરી મળ્યા પછી એસઇસી તેના પર નિગરાણી રાખી રહી છે. એટલે મને લાગે છે કે આપણે ત્યાં બહુ જલ્દી તેને મંજૂરી મળી જશે.

તેમણે કહ્યું કે, તેની કિંમત અમેરિકામાં મર્ક વેકસીનના અંદાજીત ૭૦૦ ડોલર કરતા ઘણી ઓછી હશે કેમકે અમેરિકામાં તે ઘણાં અન્ય કારણોથી મોંઘી છે. મને લાગે છે કે ભારત સરકાર જ્યારે તેના પર કામ કરશે તો તે આ કંપનીઓ પાસેથી જથ્થાબંધ દવાઓ ખરીદશે. શરૂઆતમાં તેની કિંમત આખા ઉપચારની ૨ થી ૪ હજાર રૂપિયા રહી શકે છે. જો કે પછી આ કિંમત ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા સુધી આવી શકે છે.

(10:08 am IST)