Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સરકારે બંધ પડેલી સાંસદ નિધિ યોજના ફરીવાર શરૂ કરવાનો નિર્ણય લીધો

સાંસદોને દર વર્ષે પાંચ કરોડ મળશે

નવી દિલ્હી,તા. ૧૧: કેન્દ્રીય કેબિનેટ અને કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર્સની બેઠકમાં MPLAD સ્કીમ એટલે કે સાંસદ નિધિને ફરી વાર શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. ૨૦૨૦-૨૧ ની સાંસદ નિધિને કોરોના સામેના જંગમાં ઉપયોગમાં લેવાઈ હતી પરંતુ હવે કોરોના ઘટતા સાંસદો માટે ફરી વાર શરુ કરવામાં આવી છે આ યોજના. આ યોજના હેઠળ સાંસદોને તેમના મતવિસ્તારમાં વિકાસ માટે ૨ હપ્તામાં ૨.૫ કરોડની રકમ આપવામાં આવી છે કુલ ૫ કરોડની રકમ આપવામાં આવી છે જેથી કરીને સાંસદો તેમના મતવિસ્તારમાં વિકાસ કામો કરી શકે. ચાલુ વર્ષે સાંસદોને ૨ કરોડ આપવામાં આવશે જયારં ૨૦૨૨ થી સાંસદને પૂરા ૫ કરોડ મળતા થઈ જશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે હવે અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે અને આ કારણોસર સાંસદ ફંડ ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે. ઠાકુરે કહ્યું કે ૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬ સુધી દર વર્ષે સાંસદોને ૨.૫-૨.૫ કરોડ રૂપિયા બે હપ્તામાં આપવામાં આવશે.

વાસ્તવમાં, ગયા વર્ષે એપ્રિલ મહિનામાં, કોરોના રોગચાળા સામેની લડાઈ દરમિયાન, કેન્દ્ર સરકારે ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે સાંસદ ફંડ મોકૂફ રાખ્યું હતું. આ નાણાનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્ર અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ કરવામાં આવ્યો હતો. દેશભરના સાંસદો એમપી ફંડમાંથી જ તેમના વિસ્તારોમાં વિકાસના કામોની ભલામણ કરે છે.

(10:05 am IST)