Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કેન્‍દ્રનું કડક વલણ અને મુખ્‍યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગને ડ્રગ માફીયાઓના કારનામાઓનો અંત લાવી તેને ઝબ્‍બે કરવામાં સફળતા સાંપડી

ગાંધીનગર : આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ દ્વારા જે રીતે ડ્ગ્સના દુષણને નાથવા કડક વલણ અપનાવ્યું છે. તેના અંતર્ગત દુનિયાના અન્ય દેશો કરતા આપણા દેશમાં ડ્ગ્સના દુષણને નિયંત્રણમાં રાખવા મોટા પ્રમાણમાં સફળતા મળી છે.

કેન્દ્ર સરકારના કડક વલણને અનુરૂપ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા ગુજરાતમાં પણ ડ્ગ્સના દુષણને મુળથી નાથવા માટે વિવિધ પગલાઓ જેવા કે સમયાંતરે સમિક્ષા બેઠકો, પોલીસ જવાનોને પ્રોત્સાહન તથા સામાજીક

સંગઠનો, રાજકીય પદાધિકારીઓ અને જનસમુદાયના સહયોગથી ગૃહવિભાગની સીધી દેખરેખ હેઠળ ડ્રગ્સ માફિયાઓના કારનામાઓનો અંત લાવી અને ડ્રગ્સ માફિયાઓને ઝબ્બે કરવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. તે અંતર્ગત જ્યારથી ગૃહમંત્રી તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી અત્યાર સુધી નીચે મુજબના ડ્ગ્સના કેસોમાં સફળતા મળેલ છે.

એન.ડી.પી.સી. એક્ટ-૧૯૮૫ હેઠળ થયેલ કેસોની માહિતી તા.૧૬/૦૯/૨૦૨૧ થી તા:૧૦/૧૧/૨ર૦૨૧ સુધીના કેસોની આંકડાકીય

માહિતી.

કેફી પદાર્થની વિગત          કેસ     આરોપી        મુદ્દામાલ       કિંમત (રૂ.) (કિ.ગ્રા)

ગાંજો/અફિણ/ચરસ/                 ૫૮     ૯૦             ૫૭૫૬.૬૧૪    ૨,૪૫,૧૪,૧૩,૬૧૩/-હેરોઇન/બ્રાઉનસુગર/અન્ય                                           (આશરે કુલ ૨૪૫.૧૫

સિન્થેટીક ડ્ગ્સ કરોડ)

છેલ્લા બે-ત્રણ દિવસમાં જ દેવભૂમિ-દ્વારકા, છોટાઉદેપુર, અમદાવાદ  ગ્રામ્ય અને સુરત શહેરમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સના હેરફેરમાં NDPS કાયદા અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત પોલીસ વિભાગની સરાહનીય કામગીરી અને ગૃહવિભાગના માર્ગદર્શન હેઠળ નોંધનીય પ્રમાણમાં ઘણા અન્ય ગંભીર

ગુનાઓ પણ ખુબ જ ટુંકા સમયગાળામાં સફળતાપુર્વક ઉકેલાયા છે. જેવા કે

 

Xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

 

 

સુરતના પાંડેસરની ઘટના : નાની બાળકીના અપહરણના કિસ્‍સામાં પોલીસની ત્‍વરીત કાર્યવાહી : આરોપીને પકડી ૯ દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરાયુ

ભારતમાં ૯ દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઇ હોય તેવી પ્રથમ ઘટના

સુરત : ગાંધીનગર જિલ્લામાં નાની બાળકીઓ ઉપરના દુષકર્મના ગુનામાં સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓના અપહરણ બાબતના ગુનામાં

રેંજ આઇજી તેમજ પોલીસ અધિક્ષક ગાંધીનગર દ્વારા તાત્કાલિક ટીમો બનાવી સીસીટીવીના ફુટેજ ના આધારે દુષ્કર્મના આરોપીને તાત્કાલિક

પકડી પાડવામાં આવેલ છે. આ બાબતે ઝડપીમાં ઝડપી ચાર્જશીટ કોર્ટમાં રજૂ થાય તે બાબતની પોલીસ અધિક્ષકને સુચના કરવામાં

આવેલ છે.આવા કેસોમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક અંગે પણ નિર્ણય લેવામાં આવનાર છે.

ભારત સરકાર દ્વારા ૨૦૨૧-૨૨ વર્ષેને આઝાદીકા અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કો કરેલ છે.

 

 તે અંતર્ગત ગૃહવિભાગ દ્વારા ગંભીર ગુનાઓ અને મહિલા અત્યાચારના ગંભીર ગુનાઓને પસંદ કરીને કુલ ૧૫૦ ગુનાઓ શોધેલ છે.

આ ગુનાઓમાં તપાસ અને ન્યાયિક પ્રક્રિયા ઝડપી રીતે પુર્ણ થાય.

જનમાનસમાં ત111દા |પડાંત૦ 5)51૦1 માં વિશ્વાસ માં વૃધ્ધિ થાય ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ભોગ બનનારને યોગ્ય ન્યાય મળે તેવું લક્ષ્ય રાખવામાં આવેલ છે.

આપ સૌ મિડિયાના માધ્યમથી હું રાજ્યની જનતાને અપીલ કરૂ છું કે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબના માગદર્શન હેઠળ

અમારી સરકાર ડ્ગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા માટે કટીબધ્ધ છે. અને આ ભગિરથ કાર્યમાં જનતાનો સહયોગ પણ

મળી રહેશે તો સોનામાં સુગંધ ભળે એ રીતે રાજ્યના યુવા ધનને બરબાદ કરતા ડ્ગ્સના કારોબારને નાથવામાં સફળતા પ્રાપ્ત થશે.

* ઘાટલોડિયામાં વૃધ્ધ દંપતીની લુંટના ઇરાદે થયેલ હત્યામાં પણ પોલીસે સરાહનીય કામગીરી કરતા ક્રાઇમ બ્રાન્ચની ૧૨ ટીમ અને

ઝોન-૧ ની ૩ ટીમ મળીને સતત પ દિવસ સુધી તપાસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા.

* ઉપરોક્ત જેવી ઘટનાઓ ખુબ જ દુખદ બાબત છે પરંતુ રાજ્ય સરકાર આવા અમાનવિય કૃત્યોને ડામવા જરૂરી તમામ પ્રકારના પગલા લેવા

કટિબધ્ધ છે.

 

(10:56 pm IST)