Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહાર ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ રાહુલ ગાંધીનો જૈસલમેર પ્રવાસ અચાનક કેન્સલ

મહાગઠબંધના તમામ દળોમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું ખરાબ

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજથી શરૂ થનારો ત્રિદિવસીય જૈસલમેર પ્રવાસ અચાનક રદ થયો છે. પ્રવાસ રદ્દ થવા પાછળના કારણનો ખુલાસો નથી થયો પરંતુ બુધવારે તેનો પ્રવાસ રદ્દ થવાની જાણકારી જિલ્લા પ્રશાસન, પોલીસ પ્રશાસન અને અન્ય એજન્સીઓની સાથે કોંગ્રેસના નેતાઓ પાસેથી મળી છે

  . જણાવવામાં આવી રહ્યું છે બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનમાં મળેલી હારને કોંગ્રેસનું હાઈકમાન મંથન કરવા પર મજબુર કરી દીધું છે. મહાગઠબંધના તમામ દળોના રૂપમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું.70 સીટો પર લડીને માત્ર કોંગ્રેસ 19 સીટો જીતી શકી, જ્યારે આરજેડી બિહારમાં સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી.છે

   અત્રે ઉલ્લેખનીય છે કે જૈસલમેરમાં રાહુલ ગાંધી બે દિવસ રોકાવવાનો કાર્યક્રમ હતો. તેને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, 10 લોકોના વીઆઈપી મુવમેન્ટની તૈયારી રાખવા માટે પ્રશાસનને કહેવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી એક દિવસ સૂર્યગઢ ફોર્ટમાં રોકાવવાના હતા. જ્યારે બીજા દિવસે રણમાં ટેંટમાં રોકાવવાનો કાર્યક્રમ હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની જૈસલમેર યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચુકી હતી અને તેનો સીઆરપીએફ સિક્યોરીટી જૈસલમેર પહોંચી ચુક્યો હતો. રાહુલ ગાંધીને 5 સ્ટાર હોટલ સૂર્યગઢ ફોર્ટમાં રોકાવવાનો કાર્યક્રમ હતો. આ જ કારણે હોટલમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સૂર્યગઢ હોટલ તે જ હોટલ છે જ્યાં રાજસ્થાનની સમગ્ર સરકાર, ધારાસભ્ય આશરે 15 દિવસ સુધી કોંગ્રેસના કેટલાક કેન્દ્રીય નેતા રોકાયા હતાં.

 સુત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી પોતાના જૈસલમેર પ્રવાસ દરમયાન રણ વિસ્તારમાં એક રાત ટેંટમાં વિતાવવાના હતા. તેના માટે વિશેષ ટેંટ બનાવવામાં આવ્યો છે.

(12:07 am IST)