Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વડાપ્રધાનના હસ્તે જેએનયુમાં 15 વર્ષે તૈયાર થયેલ નહેરુથી ઉંચી વિવેકાનંદની પ્રતિમાનું કાલે અનાવરણ

પ્રતિમાના ઉદઘાટન પછી વડાપ્રધાન મોદી JNUના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે

નવી દિલ્હી : વડાપ્રધાન જવાહરલાલ યુનિવર્સિટી(JNU)માં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે. મૂર્તિ જવાહરલાલ નહેરુની પ્રતિમાથી પણ 3 ફુટ ઉંચી બનાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી ગુરુવારે સાંજે 6.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વવિદ્યાલય પરિસરમાં સ્થાપિત સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કરશે. પ્રતિમાના અનાવરણ પહેલા સ્વામી વિવેકાનંદ વિશેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદથી સ્થાપિત થયેલ મૂર્તિ 11.5 ફુટની છે. પ્રતિમાને સ્થાપિત કરવા માટે 3ફુટ ઉચો ચબુતરો બનાવવામાં આવ્યો છે. મૂર્તિનું નિર્માણકાર્ય વર્ષ 2005માં શરૂ થયું હતું.

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના પ્રશાસનિક ભવનની એક તરફ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમા લગાવેલી છે. ત્યાથી લગભગ ત્રણસો મીટર દૂર સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પ્રતિમાના ઉદઘાટન પછી વડાપ્રધાન મોદી JNUના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. જેનું જેએનયુના ફેસબુકપેજ પર લાઇવ કરવામાં આવશે.

(11:59 pm IST)