Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

હવાઈ મુસાફરોને રાહત :એરલાઈન્સને 70 ટકાની ક્ષમતા સાથે ફ્લાઈટ્સ ઓપરેટ કરવા મળી મંજૂરી

સરકારે વધતી માંગને ધ્યાને રાખીને આ સીમાને વધારીને 70 ટકા કરી દીધી

નવી દિલ્હી : ડોમેસ્ટીક હવાઈ મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને જોતા કેન્દ્ર સરકારે હવે ઈન્ડિયન એરલાઈન્સને વધારે ફ્લાઈટ્સની મંજૂરી આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટીક એરલાઈન કંપનીઓને કોરોના સંકટ પહેલા 70 ટકાની ક્ષમતા સાથે ઉડાડવાની મંજૂરીની જાહેરાત કરી છે. હાલ તો ડોમેસ્ટીક એરલાઈન 60 ટકાની ક્ષમતા સાથે ફ્લાઈટ્સને ઓપરેટ કરવાની મંજૂરી આપી છે

   કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છેકે, 25 મેના રોજ 30,000 યાત્રિકોની સાથે ડોમેસ્ટીક ફ્લાઈટ ઉડવાની શરૂ કરવામાં આવી હતી. પુરીએ કહ્યું કે 8 નવેમ્બર 2020ના ડોમેસ્ટીક હવાઈ મુસાફરી કરનારા યાત્રિકોની સંખ્યા 2.06 લાખ પર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે, પાછલા સપ્તાહે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, ડોમેસ્ટીક એરલાઈન્સ કંપનીઓ 24 ફેબ્રુઆરી 2021 સુધી કોરોના સંકટ પહેલા જ 60 ટકા ક્ષમતા સુધી ઓપરેટ કરી શકે છે. હવે સરકારે વધતી માંગને ધ્યાને રાખીને આ સીમાને વધારીને 70 ટકા કરી દીધી છે.

(11:20 pm IST)