Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સાઉદી અરબના જિદ્દાહમાં પ્રથમ વિશ્વ યુદ્ધની યાદમાં યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં બ્લાસ્ટ : 4 લોકો ઘાયલ

બિન મુસ્લિમ કબ્રસ્તાનમાં યોજાયેલા કાર્યક્રમમાં અનેક દેશોના પ્રતિનિધિ સહીત યુરોપીયન રાજદ્વારીઓ હાજ હતા હાજર

સાઉદી અરબની જિદ્દાહ શહેરમાં પ્રથમ વિશ્વ યુદ્ધની સમાપ્તિની યાદમાં બિન મુસ્લિમ કબ્રસ્તાનમાં યોજાયેલા કાર્યક્રમમાં બૉમ્બ  બ્લાસ્ટ થતા ચાર લોકો ઘાયલ થયા છે આ કાર્યક્રમમાં યુરોપીયન રાજદ્વારીઓ હાજ હતા.

ફ્રાન્સ વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે બિન મુસ્લિમ કબ્રસ્તાનમાં યોજાયેલા કાર્યક્રમમાં અનેક દેશોના પ્રતિનિધિ હાજર હતા. બોમ્બ બ્લાસ્ટમાં અનેકને ઇજા થઇ છે. જોકે હજુ ઘાયલોની ઓળખ થઇ શકી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ આજના દિવસે (11 નવેમ્બર) સમાપ્ત થયું હતું. બુધવારે તેના 102 વર્ષ પુરા થતા યુરોપના ઘણા દેશોમાં પણ આયોજન થઇ રહ્યા છે.

જિદ્દાહમાં ફ્રાન્સ દૂતાવાસ પર તહેનાત એક ગાર્ડ પર 29 ઓક્ટોબરે ચાકૂથી થયેલા હુમલા બાદ અહીં આ બીજી ઘટના બની છે. આ ઘટનામાં IEDનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે.

ફ્રાન્સમાં એક ટીચરે હજરત મુહમ્મદ પયગમ્બરનું કાર્ટૂન બતાવી અપમાન કરતા એક વિદ્યાર્થીએ ટીચરનું માથુ વાઢી નાંખ્યું હતું. તે ઘટનાને ફ્રાન્સના પ્રમુખ ઇમાનુએલ મેક્રૌંએ ઇસ્લામિક આતંકવાદ ગણાવ્યા બાદથી ફ્રાન્સ વિરુદ્ધ વિરોધ થઇ રહ્યો છે.

(9:28 pm IST)