Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભાજપ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી, જેમાં ગરીબ,દલિત,પીડિત શોષિત, વંચિત પોતાનું પ્રતિનિધિત્વ જુવે છે

બિહારમાં ઐતિહાસીક જીત પછી ભાજપ કાર્યાલયમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

નવી દિલ્હી : ભાજપના કાર્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારમાં ઐતિહાસીક જીત પછી સંબોધન કર્યુ હતું. આ દરમિયાન ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

 વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે NDA પર જે પ્રેમ બતાવી રહ્યો છે, તેનું મુખ્ય કારણ આ જ છે ભાજપે એનડીએએ દેશના વિકાસને, લોકોના વિકાસને પોતાનો સર્વોપરી લક્ષ્ય બનાવેલો છે. હું દેશ વાસીઓને વિશ્વાસ અપાવવા માંગુ છું, અમે બધા કાર્યકર્તાઓ સંકલ્પથી બંધાયેલા છીએ. અમે તે કામ કરીશું જે દેશને આગળ લઇ જાય. અમે તે તમામ નિર્ણય લઇશું, જે દેશ હિતમાં હોય, દેશના લોકોના હિતમાં હોય.
આજ ભાજપ જ દેશની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે, જેમાં ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત પોતાનું પ્રતિનિધિત્વ જોવે છે, પોતાનું ભવિષ્ય જોવે છે. આજે ભાજપ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે જે સમાજના દરેક વર્ગની જરૂરીયાતને સમજે છે અને તેમના માટે કામ કરી રહી છે. કોઇ એકમાત્ર પાર્ટી છે જે રાષ્ટ્રીય આકાંક્ષાઓ સાથે દરેક વર્ગના ગૌરવને લઇને ચાલે છે. આજે દેશના નવ યુવાનોને સૌથી વધુ વિશ્વાસ જેની પર છે તે ભારતીય જનતા પાર્ટી છે.

 ભારતના લોકો 21મી સદીના ભારતના નાગરિક વારંવાર પોતાના સંદેશ આપી રહ્યા છે. હવે સેવાની તક તેને જ મળશે, જે દેશના વિકાસના લક્ષ્ય સાથે ઇમાનદારીથી કામ કરશે. દરેક રાજકીય પક્ષથી દેશના લોકોની આ જ અપેક્ષા છે કે દેશ માટે કામ કરો, દેશના કામથી મતલબ રાખો. કાલે જે પરિણામ આવ્યા તેમણે સાબિત કરી દીધા છે કે તમે કામ કરશો તો લોકોને તમને ભરપૂર આશીર્વાદ પણ મળશે. તમે ખુદને સમર્પિત કરશો, 24 કલાક દેશના વિકાસ વિશે વિચારશો, કઇક નવુ કરવાનું વિચારશો તો તમને પરિણામ પણ મળશે.દેશની જનતા તમારી મહેનતને જોઇ રહી છે. તમારી તપસ્યાને જોઇ રહી છે, તમારી નિયતને જોઇ રહી છે માટે ચૂંટણીના સમયે કોઇ ભ્રમમાં પડ્યા વગર, જનતા જનાર્દન તમને વોટ આપીને જીતાડે છે.
  કાલના પરિણામમાં દેશની જનતાએ ફરી આ નક્કી કરી દીધુ છે કે 21મી સદીમાં દેશની રાજનીતિનો મુખ્ય આધાર માત્ર ને માત્ર વિકાસ જ હશે.

ભારતીય જનતા પાર્ટી કચ્છના રણમાં અબડાસામાં ગુજરાતની તમામે તમામ બેઠકો જીતી, ભાજપને દક્ષિણમાં કર્ણાટક, તેલંગાણામાં પણ સફળતા મળી. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ચૂંટણી થઇ, લદ્દાખ અને દિવ-દમણ અને સેલવાસામા પણ ભાજપનો વિજય થયો છે. ભાજપનો પરચમ દેશના નાગરિકોમાં આખા દેશમાં લહેરાવ્યો છે. ક્યારેક અમે 2 બેઠક પર હતા અને 2 રૂમમાંથી પાર્ટી ચાલતી હતી. આજે ભારતના દરેક ખુણામાં છે. દરેક કોઇના દિલમાં છે.

હું આજે આભાર માનું છું, મહાન દેશની મહાન જનતાનો. હું આજે આભાર માનુ છું દેશના કોટિ કોટિ નાગરિકોનો, ધન્યવાદ એટલા માટે નહી કે તેમણે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી સફળતા અપાવી, તેના માટે તે હકદાર તો છે જ, આભાર એટલા માટે કારણ કે લોકતંત્રના આ મહાન પર્વને અમે બધાએ મળીને ઘણો ઉત્સાહથી મનાવ્યો છે.

ચૂંટણી ભલે કેટલીક બેઠકો પર થયો હોય પરંતુ કાલ સવારથી લઇને મોડી રાત, આખા દેશની નજર ટીવી પર હતી, ટ્વીટર પર હતી, ચૂંટણી પંચની વેબસાઇટ પર હતી. લોકતંત્ર પ્રત્યે ભારતીયોની જે આસ્થા છે તેની મિસાલ પુરી દુનિયામાં ક્યાય નથી મળતી.

ચૂંટણીના પરિણામમાં હાર જીત પોતાની જગ્યાએ છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયા દરેક ભારતીય માટે ગૌરવનો વિષય છે. એટલા માટે હું આખા દેશને શુભેચ્છા પાઠવુ છું, આ ચૂંટણીને સફળતાપૂર્વક, શાંતિપૂર્વક સંપન્ન કરાવવા માટે ચૂંટણી પંચ, દેશના સુરક્ષા દળ અને સ્થાનિક તંત્ર પણ શુભેચ્છાને પાત્ર છે.

આ ચૂંટણીના પરિણામ ભારતીય જનતા પાર્ટીના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની કુશળતા અને આગળની રણનીતિનો પણ પરિણામ છે. નડ્ડાજીને જેટલી શુભેચ્છા પાઠવીએ.હું કહીશ નડ્ડાજી આગળ વધો, જનતા તમારી સાથે છે.

કેટલીક વસ્તુઓ તો અમે દેશમાં ભૂલી ગયા. તમને ખબર હશે પહેલા ચૂંટણી થતી હતી ત્યારે બીજા દિવસે કેવા સમાચાર આવતા હતા, આટલા બુથ લૂંટી લેવામાં આવ્યા. આજે હેડલાઇન હોય છે પહેલા કરતા પુલિંગ વધ્યુ. જૂની વસ્તુઓ બિહારમાં ચૂંટણી મતલબ આટલા લોકો માર્યા ગયા, આટલા બુથ લૂંટી લેવામાં આવ્યા. પોલીંગ બુથમાં રિ પોલીગ ના થવુ અને કોરોનાને કારણે મતદાન ઓછુ થશે તે આશંકાને લોકોએ નિરશ કરી દીધો. આ તો દેશની તાકાત છે.

કોરોનાના આ સંકટકાળમાં આ ચૂંટણી કરાવવા આસાન નહતા પરંતુ અમારી લોકતાંત્રિક વ્યવસ્થા એટલી સશક્ત છે, પારદર્શી છે, આ સંકટ વચ્ચે પણ તેમણે આટલી મોટી ચૂંટણી કરાવીને દુનિયાને પણ ભારતની તાકાતની ઓળખ કરાવી છે.

 

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ, આ ચૂંટણી કોરોના સંક્રમણ બાદ પ્રથમ ચૂંટણી હતી. અમારા માટે ઘણી તકલીફ હતી. કોરોના સંક્રમણ સામે લડતા લડતા લોકોને સાથે રહીને ચાલવુ કેટલુ કઠિન હશે. બિહારની જનતા હોય, મધ્ય પ્રદેશની હોય કે ગુજરાતની કે મણિપુર કે લદ્દાખની જનતા હોય બધાએ કમલના નિશાન પર મોહર મારીને વડાપ્રધાન મોદી પર વિશ્વાસ બતાવ્યો છે. જે દિવસે કોરોના સંક્રમણને કારણે લોકડાઉન લગાવ્યુ હતું. ટેસ્ટિંગ માટે એક લેબોરેટરી હતી, લોકડાઉન સમયે વડાપ્રધાન મોદીએ દેશને તૈયાર કર્યુ. જેપી નડ્ડાએ કહ્યુ કે, બિહારના લોકોએ ગુંડારાજને નકાર્યો છે. બિહારના લોકોએ વિકાસના કામને પસંદ કર્યો.

(8:02 pm IST)