Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પરસ્પર સાર્વભૌમત્વ જળવાય તો સહકાર બની રહે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

SCOમાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન : વડાપ્રધાને પહેલીવાર વર્ચ્યુઅલી આમનેસામને થયેલા જિનપિંગ ઉપરાંત ઇમરાનને પણ ગર્ભિત મેસેજ આપ્યો

નવી દિલ્હી,તા.૧૧ : ચીન અને પાકિસ્તાનને એક આકરા સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દરેકની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતાનું સન્માન થવું જોઇએ. આઠ સભ્ય દેશ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ના સમિટમાં બોલતા મોદીએ અગાઉના મીટિંગ્સમાં કાશ્મીરના પ્રશ્નને ઉઠાવતાં પાકિસ્તાનનો દેખીતો ઉલ્લેખ કરીને બ્લોકના સ્થાપનાના સિદ્ધાંતોના ભંગ કરીને એસસીઓમાં દ્વિપક્ષીય પ્રશ્નોને બિનજરૂરીરીતે દ્વિપક્ષીય મુદાઓને લાવવાના વારંવારના પ્રયાસો કરનારાઓની આકરી ટીકા કરી હતી. તેમણે ચીની પ્રમુખ શી જિનપિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીન અને જૂથ દેશોના અન્ય નેતાઓની હાજરીમાં મોદીએ આકરો સંદેશ પાઠવ્યો હતો. પૂર્વી લડાખમાં ભારત-ચીન સરહદી વિવાદ તેમજ ચીનના વિવાદાસ્પદ બેલ્ટ એન્ડ રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો મામલો ચાલી રહ્યો છે તેમજ પાકિસ્તાન ભારત સામેના સરહદ પારના આતંકવાદને સમર્થન આપી રહ્યું છે તે તમામ બાબતોની વચ્ચે મોદીએ આવી ટિપ્પણી કરી હતી.આ બન્ને દેશોના નામ લીધા વગર મોદીએ કહ્યું કે 'કેટલાક દેશો એસસીઓમાં દ્વિપક્ષીય પ્રશ્નોને ઉઠાવવાનો પ્રયાસ કરે છે. જે એસસીઓ ચાર્ટરની વિરૂદ્ધમાં છે.

                 પીએમ મોદીએ કહ્યું કે 'અમે કાયમ આતંકવાદ, ગેરકાયદેસરના હથિયારોની હેરાફેરી, ડ્રગ્સ અને મની લોન્ડરિંગના વિરોધમાં આવાજ ઉઠાવ્યો છે. ભારત એસસીઓ ચાર્ટરમાં નિર્ધારિત સિદ્ધાંતો મુજબ એસસીઓ હેઠળ કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતામાં દ્રઢ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે 'યુએસે પોતાના ૭૫ વર્ષ પૂરા કર્યા છે. પરંતુ અનેક નિષ્ફળતા બાદ પણ યુઅસનું મૂળ લક્ષ્ય અધૂરું રહ્યું છે. મહામારીની આર્થિક અને સામાજિક મુશ્કેલીનો સામનો કરી રહેલા વિશ્વની અપેક્ષા છે કે યુએનની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવી જાય. એક એવું સુધરેલું બહુલતાવાદ જે આજની વૈશ્વિક વાસ્તવિકતાને દર્શાવે, જે તમામ હિતધારકોની અપેક્ષાઓ, સમકાલીન પડકારો અને માનવ કલ્યાણ જેવા વિષયો પર ચર્ચા કરે.લ્લઆ વખતે શાંઘાઇ સહયોગ સંગઠનના આ સમ્મેલનનું આયોજન આ વખતે રશિયા કરી રહ્યું છે.

            ભારત અને રશિયા ઉપરાંત આ જૂથમાં ચીન, કઝાખાસ્તાન, કિર્ગિસ્તાન, તઝાખસ્તાન, પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત તરફથી શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સમ્મેલન ૨૦૨૦માં ભાગ લીધો હતો. ભારત અને ચીન વચ્ચેની સરહદે રહેલી તંગદિલીની અસર આ બેઠકમાં સ્પષ્ટ દેખાઇ હતી. જેમા ચીની પ્રમુખ શી જિનપિંગ પણ સામેલ થયા હતા. પાકિસ્તાનના પ્રમુખ ઇમરાન ખાન પણ હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનના પ્રારંભમાં જિનપિંગ અથવા ઇમરાન ખાનનું નામ લીધું નહતું. ભાષણ પૂર્ણ કરીને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો નહતો. મેથી ચીન સાથે સરહદી વિવાદ શરૂ થયો એ પછી ભલે વર્ચ્યુઅલી હોય પણ મોદી અને શી જિનપિંગ પહેલી વાર સામસામે થયા હતા.

(7:34 pm IST)