Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સોનામાં સુધારો : ચાંદીમાં પણ નીચલા મથાળેથી 1000ની રિકવરી

ધનતેરસ અને દિવાળીની ખરીદીને પગલે બંને કિમતિધાતુના ભાવને ટેકો

અમદાવાદઃ સોના-ચાંદીમાં ધનતેરસ અને દિવાળીની ખરીદીને પગલે નીચલા મથાળેથી ભાવમાં સુધારો જોવા મળ્યો છે. જો કે વૈશ્વિક બજારોમાં બંને કિંમતી ધાતુઓના ભાવ એકંદરે ફ્લેટ રહ્યા હતા.

 આજે અમદાવાદ બુલિયન બજારમાં સોનું માતર 100 રૂપિયા વધ્યુ હતુ. તો ચાંદી 1000 રૂપિયા બાઉન્સ બેક થઇ હતી. આમ આજે 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 52,600 રૂપિયા અને 1 કિગ્રા ચાંદીનો ભાવ 64,000 રૂપિયા થયો હતો.

 અત્રે ઉલ્લેખનિય છે કે, ગઇકાલે મંગળવારે સોનામાં 1600 રૂપિયા અને ચાંદીમાં 3000 રૂપિયાનો કડાકો બોલાયો હતો.

દિલ્હી બુલિયન બજારમાં આજે સોનું માત્ર 3 રૂપિયા વધીને 50,114 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયુ હતુ. તો ચાંદીમાં 451 રૂપિયાનો સુધારો આવ્યો અને 1 કિગ્રા ચાંદીનો ભાવ 61,572 રૂપિયા થયો હતો.

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સાધારણ સુધારા તરફી હતા. વૈશ્વિક સોનું આજે 14 ડોલર વધીને 1878 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. ચાંદી પણ નજીવી સુધરીને 24.21 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.

(7:10 pm IST)