Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સરકાર આવતા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગો પાછળ ૨ લાખ કરોડનો ખર્ચ કરશેઃ દેશમાં કુલ ૧૦ જેટલી સેક્ટર કંપનીઓને ફાયદો થશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો થયા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કેબિનેટે પીએલઆઇ સ્કીમને મંજૂરી આપી છે. આ સ્કીમ હેઠળ સરકાર પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. દેશના કુલ દસ સેક્ટરની કંપનીઓને તેનાથી ફાયદો થશે.

ઓટો અને ઓટો કમ્પોનન્ટ બનાવનારી કંપનીઓને હવે સૌથી વધારે પ્રોત્સાહન આપવાની તૈયારી છે. દેશમાં ઉત્પાદન વધારવા માટે સરકારે પ્રોડક્શન લિંક્ડ પ્રમોશન સ્કીમે એલાન કર્યુ છે. આ સ્કીમ હેઠળ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ઉત્પાદન વધારશે તેને પ્રોત્સાહન આપવામાં આવશે.

કયા-કયા સેક્ટરની કંપનીઓને મળશે પ્રોત્સાહન

ઓટો, ઓટો કમ્પોનન્ટ બનાવનારી કંપનીઓ, ફાર્મા, ફૂડ પ્રોડક્ટ, વ્હાઇટ ગૂડ્સ, એડવાન્સ સેલ બેટરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પ્રોત્સાહન મળી શકે છે. સરકારે એડવાન્સ કેમિસ્ટ્રી સેલ બેટરી માટે 18,100 કરોડ રૂપિયાના ઇન્સેન્ટિવનું એલાન કર્યુ છે. ઇલેક્ટ્રોનિક ટેક્નોલોજી પ્રોડક્ટ્સ માટે 5,000 કરોડ રૂપિયાના પ્રોત્સાહનની જાહેરાત થઈ, ઓટોમોબાઇલ અને ઓટો કમ્પોનન્ટ સેક્ટર માટે 57,000 કરોડ રૂપિયાના પ્રોત્સાહનની જાહેરાત થઈ. ફાર્મા સેક્ટર માટે 15,000 કરોડ રૂપિયાના પ્રોત્સાહનની જાહેરાત થઈ.

ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સ માટે 12,195 કરોડ રૂપિયાના પ્રોત્સાહનની જાહેરાત થઈ. ટેક્સ્ટાઇલ પ્રોડક્ટ્સ માટે 10,683 કરોડ રૂપિયાના ઇન્સેન્ટિવનું એલાન થયું છે. ફૂડ પ્રોડક્ટ સેક્ટર માટે 10,900 કરોડ રૂપિયાના ઇન્સેન્ટિવનું એલાન થયું છે. હાઈ એફિશિયન્સી સોલર પીવી મોડ્યુલ્સ માટે 4,500 કરોડ રૂપિયાનું એલાન થયું છે. વ્હાઇટ ગૂડ્સ એસી એ્ડ એલઇડી માટે 6,238 કરોડ રૂપિયાનું એલાન થયું છે. સ્પેશ્યિલિટી સ્ટીલ સેક્ટર માટે 6,322 કરોડ રૂપિયાનું એલાન થયું.

(6:11 pm IST)