Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

31 માર્ચ સુધીમાં આધારકાર્ડ અને પાન કાર્ડ બેન્‍ક એકાઉન્‍ટ સાથે જોડવા કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણનો તમામ બેન્‍કોને આદેશ

નવી દિલ્હી: 31 માર્ચ, 2020 સુધી તમામ બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે જોડી દેવામાં આવશે. મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારામણે તમામ બેંકોને આ આદેશ આપ્યાં છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે, જે ખાતાને PAN કાર્ડ સાથે લિંક કરવાની જરૂરત છે, તેમણે પણ આગામી 31 માર્ચ સુધી PAN સાથે લિંક કરવાનું કામ પુરુ થઈ જવું જોઈએ.

ઈન્ડિયન બેંક એસોસિએશન (IBA) સાથે વર્ચ્યૂઅલ બેઠકમાં નાણામંત્રીએ કહ્યું કે, હજુ પણ એવા અનેક ખાતાઓ છે, જે આધાર સાથે લિંક નથી થયા. બેઠકમાં હાજર બેંકોના વરિષ્ઠ અધિકારીઓને સીતારમણે કહ્યું કે, હવે બેંકોએ નક્કી કરવું જોઈએ કે આગામી 31 માર્ચ સુધી બેંકોના તમામ ખાતાઓ આધાર સાથે લિંક થવા જોઈએ. જરૂરિયાત જણાતા ખાતાઓને PAN સાથે લિંક કરવાનું કામ પણ આજ મુદ્દતમાં પુરુ કરી લેવું જોઈએ.

નાણામંત્રીએ કહ્યું કે, બેંકોએ રોકડ ચૂકવણીની જગ્યાએ પોતાના ગ્રાહકોને ડિજિટલ ચૂકવણી માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બેંકોએ ડિજિટલ ચૂકવણીની ટેક્નિક અપનાવવી જોઈએ અને UPIથી ચૂકવણી સાથે તમામ ઉપાયોને ઉપયોગમાં લેવા જોઈએ.

બેંકોમાં UPIનું ચલણ એટલું વધી જવું જોઈએ કે, તે બોલચાલની ભાષા બની જાય. બેંકો RuPay કાર્ડને પ્રોત્સાહિત કરવા જોઈએ. જે કોઈને ડિજિટલ કાર્ડની જરૂરત છે, બેંકોએ તેમને RuPay કાર્ડ આપવા જોઈએ. IBAની સાથે બેઠકમાં સીતારમણે એ પણ કહ્યું કે, દેશને મોટી બેંકોની જરૂરત છે.

સરકારનું માનવું છે કે, મોટી બેંકોથી બેંકને ચલાવવાનો ખર્ચો ઓછો થઈ જાય છે. અત્યારે વિશ્વની પ્રથમ 100 બેંકોની યાદીમાં ભારતની એકમાત્ર બેંક SBI સામેલ છે. 

(4:34 pm IST)