Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

૩૦૦ પ્રકારના સમોસા બનાવી વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ

હોટલ મેનેજમેન્ટના ૧૬૦ છાત્રો દ્વારા દેશી-વિદેશી

લુઘીયાણા : ફેકલ્ટી ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરીંગ ટેકનોલોજીની સાથે ફેકલ્ટી ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ ધ ગ્રેટ ઇન્ડીયન સમોત્સવનું આયોજન કરેલ છે. જેમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયત્ન કરેલ. ૧૬૦ વિદ્યાર્થીઓએ ૩૦૦ અલગ અલગ સમોસાની વેરાયટી બનાવી હતી.

ફ્રાન્સથી શેફ અમ્મા, બેંગ્લોરના બ્રિજેટકુમાર,કોલકતા શેફ રોન્ગોન, દિલ્હીના સુધીર સિબ્બલ, સંગીતા, પંજાબના સુદર્શન આ આયોજનના નિર્ણાયક હતા. જેમાં વિભીન્ન વ્યંજનોની શોધ બાદ છાત્રોએ તિરોપિતા સમોસા (ગ્રીક) વેજ મૌસાકા, ચિકન સોસેજ એગ બેનેડિકટ, કેપૈની ઇટૈલીક જેવી વેરાયટી બનાવેલ.

સર્વશ્રેષ્ઠ મહિલા શેફ તરીકે સિમરન અરોડા બન્યા હતા. જયારે પુરૂષ શેફ તરીકે સુમન શર્મા બનેલ. સમગ્ર આયોજનમાં અનેક પ્રકારના સમોસા બનાવાયેલ.

(3:12 pm IST)