Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અમેરિકાને ચૂંટણી નડી

૨૪ કલાકમાં કોરોનાના ૨ લાખ કેસ

ન્યુયોર્ક, તા.૧૧: અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીની ગરમી હવે ઠંડી પડવા આવી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના બે લાખ કેસ નવા આવ્યા હતા. જો બાઇડન જયારે સત્તાનાં સૂત્રો ગ્રહણ કરે ત્યારે સૌથી વધુ સિરદર્દ આ મુદ્દે એમને થશે.

બે લાખ નવા કેસ સાથે અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા દસ કરોડના આંકને વટાવી ગઇ હતી કોરોના સંક્રમણનો કુલ આંકડો ૧૦ કરોડ ૫૫ લાખ, ૯,૧૮૪ના થઇ ગઇ હતી. વર્લ્ડો મીટર વેબસાઇટના એક રિપોર્ટ મુજબ કોરોનાના પગલે અમેરિકામાં અત્યાર સુધીમાં બે લાખ ૪૫ હજાર ૭૯૯ લોકોનાં મરણ થયાં હતાં. અત્યાર સુધીમાં ૬૬ લાખ ૧.૩૩૧ લોકો સાજા થઇને ઘરે પાછાં ફર્યાં હતાં. અત્યારે અમેરિકામાં ૩૭ લાખ ૧૨ હજાર ૫૪ વ્યકિતની સારવાર ચાલી રહી હતી.

નિષ્ણાતો માને છે કૈ આવી રહેલો શિયાળો અમેરિકામાં કોરોનાની બીજી લહેરને વધુ ઘાતક બનાવશે અને વધુ લોકો કોરોનાગ્રસ્ત થઇને જાન ગુમાવશે. ટ્રમ્પ અત્યારે પોતાનું બધું વાઇન્ડ અપ કરવામાં વ્યસ્ત રહેવાથી કોરોનાની બીજી લહેરને ડામવામાં ઝાઝો ઉત્સાહ નહીં દાખવે. જો બાઇડન સત્તાનાં સૂત્રો ગ્રહણ કરે ત્યાં સુધીમાં આ મુદ્દે ઘણું મોડું થઇ ગયું હશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વ્હૂ)એ પણ અમેરિકામાં વધી રહેલા કોરોનાના કેસ અને કોરોનાની બીજી લહેરના મુદ્દે ગંભીર ચિંતા વ્યકત કરી હતી.

(3:07 pm IST)