Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અબુ ધાબીમાં બને છે પ્રથમ હિન્દૂ મંદિર : ફાઇનલ ડિઝાઇનની તસવીરો થઇ જાહેર

યુએઇ સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા 20,000 વર્ગ મીટર જમીન આપી હતી

અબુધાબી : સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ના પાટનગર અબુધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિર બની રહ્યુ છે. આ મંદિરની ફાઇનલ ડિઝાઇનની પ્રથમ વખત તસવીર જાહેર કરાઈ છે  તસવીર જોઇને ખબર પડે છે કે ભારતના હિન્દૂ મહાકાવ્યો, ધર્મગ્રંથો અને પ્રાચીન કથાઓનું દ્રશ્ય અબુ ધાબીમાં બની રહેલા પ્રથમ હિન્દૂ મંદિરના રાજસી પત્થરના અગ્રભાગને સુશોભિત કરશે.

ગલ્ફ ન્યૂઝ રિપોર્ટ અનુસાર, અબુ ધાબીમાં BAPS હિન્દૂ મંદિરના નિર્માણ મેનેજમેન્ટે પારંપરિક પથ્થરના મંદિરની ફાઇનલ ડિઝાઇન અને હાથમાં નકશીદાર પથ્થરના સ્તંભોની પ્રથમ તસવીર જાહેર કરલામાં આવશષે. મેનેજમેન્ટે મંદિરની અંતિમ ડિઝાઇનના દ્રશ્યોનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં મંદિરનો પાયો રાખવાને લઇને અત્યાર સુધી નિર્માણની તસવીર જોઇ શકાય છે.

મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે એપ્રિલમાં અબુ ધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિરની આધારશિલા રાખવામાં આવી હતી અને ડિસેમ્બરથી કામ શરૂ થયુ હતું. મંદિર મેનેજમેન્ટના એક પ્રવક્તા અશોક કોટેચાએ જણાવ્યુ કે માસ્ટર પ્લાનની ડિઝાઇનને 2020ની શરૂઆતમાં પુરૂ કરવામાં આવ્યુ હતું. ઐતિહાસિક મંદિરનું કામ સમુદાયના સમર્થન, ભારત અને યૂએઇના નેતૃત્વથી આગળ વધી રહ્યા છે. મંદિર માટે ઉપયોગ કરવામાં આવતા પથ્થરના નકાશીના માધ્યમથી પ્રામાણિક પ્રાચીન કળા અને વાસ્તુકલાને પુનજીવિત કરવામાં આવશે. મંદિર અબુ ધાબીમાં અલ વાકબા નામની જગ્યા પર 20,000 વર્ગ મીટરની જમીન પર બની રહ્યુ છે. હાઇવે નજીક આવેલા અલ વાકબા અબુધાબીથી આશરે 30 મિનિટના અંતર પર છે.

યુએઇ સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 20,000 વર્ગ મીટર જમીન આપી હતી. યુએઇ સરકારે વર્ષ 2015માં તે સમયે જાહેરાત કરી હતી જ્યારે વડાપ્રધાન મોદી બે દિવસીય પ્રવાસે ત્યા ગયા હતા. મહત્વપૂર્ણ છે કે સંયુક્ત અરબ અમીરાતના પાટનગર અબુ ધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યુ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પડાવને પાર કરવામાં આવ્યુ છે. અધિકારીઓ જણાવ્યુ છે કે અહી તેના પાયાનો પ્રથમ વખત કંકરીટથી ભરવાનું કામ પુરૂ કરી લેવામાં આવ્યુ હતું. મંદિર નિર્માણમાં ઇકો-ફ્રેંડલી રીત પર ભાર આપવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે પીએમ નરેન્દ્ર મોદી 2018માં દુબઇના પ્રવાસે ત્યાના ઓપેરા હાઉસમાંથી વીડિયો કોંન્ફ્રેસિંગ દ્વારા બોચાસનવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાએ મંદિરની આધારશિલા રાખી હતી.

(2:09 pm IST)