Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જુના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં આગામી વર્ષથી બ્રાઉઝિંગ બંધ થઇ શકે: હેવાલ

સ્માર્ટફોનમાં HTTPS વાળી સિક્યોર વેબસાઈટ નહીં ખુલી શકે અથવા સમગ્ર કન્ટેન્ટ લોડ નહીં થઇ શકે

નવી દિલ્હી : હવે જુના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં આગામી વર્ષથી બ્રાઉઝિંગ બંધ થઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર જો Android 7.1.1 Nougatની અગાઉનું વર્ઝન છે તો તેમાં બ્રાઉઝિંગ કરવામાં સમસ્યા પેદા થઇ શકે છે. તેમાં વેબસાઈટ લોડ નહિ થઇ શકે તેમજ એરર પણ આવી શકે છે.

Android Policeની એક રિપોર્ટ અનુસાર Android 7.1.1 Nougatથી જુના વર્ઝન પર ચાલનારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સિક્યોર વેબસાઈટ નહીં ખુલી શકે. તેનો અર્થ એમ થયો કે જો સિક્યોર વેબસાઈટ નહીં ખુલી શકે તો એટલે કે બ્રાઉઝિંગ નહીં કરી શકો. વેબસાઈટ સર્ટિફિકેશન ઓથોરિટી Lets Encryptના જણાવ્યા અનુસાર આગામી વર્ષથી જુના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં HTTPS વાળી સિક્યોર વેબસાઈટ નહીં ખુલી શકે અથવા તો સમગ્ર કન્ટેન્ટ લોડ નહીં થઇ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે આશરે 66.2 ટકા એન્ડ્રોઇડ ડિવાઇસમાં 7.1થી ઉપરના વર્ઝન છે પરંતુ 33.8 ટકા ડિવાઇસમાં સિક્યોર વેબસાઈટ વિઝીટ કરવા દરમિયાન એરર મળી શકે છે. Lets Encryptએ પોતાના સત્તાવાર બ્લોગમાં કહ્યું છે કે જો તમે જુના વર્ઝનનું એન્ડ્રોઇડ યુઝ કરો છો તો પોતાના ફોનમાં ફાયરફોક્સ બ્રાઉઝર વાપરી શકો છો. આ બ્રાઉઝરમાં એન્ડ્રોઇડ 5 અને તેનાથી ઉપરના વર્ઝનનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

(12:48 pm IST)