Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

યુપીના રામગઢ વેટલેન્ડ તળાવે ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય બર્ડ ફેસ્ટીવલ યોજાશે

આવતા વર્ષે ગોરખપુરમાં પૂર્વાચલનું પ્રથમ પ્રાણી ઉદ્યાન શરૂ થશે : ઇકો ટુરીઝમ ઉપર જોર

ગોરખપુર,તા. ૧૧: યોગી સરકારમાં ઝડપથી વિકાસ પામી રહેલ ગોરખપુર હવે વિશ્વ પર્યટનના માનચિત્ર ઉપર પણ પોતાની જગ્યા બનાવી રહ્યુ છે. શહીદ અશફાકુલ્લાહ ખાં ઝુ આવતા વર્ષથી શરૂ થઇ જશે. રામગઢ તળાવને પણ વિસ્તારનો પહેલો વેટલેન્ડ જાહેર કરાયેલ છે.

હવે સરકાર ફેબ્રુઆરીમાં ઇન્ટરનેશનલ બર્ડ ફેસ્ટીવલનું આયોજન કરી રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય પર્યટક  અને બર્ડ વોચર બર્ડ વોચીંગ અને ગોરખપુર તળાવ જોવા આવશે. વન વિભાગના અધિકારીઓને તૈયારી કરવા નિર્દેશ અપાઇ ચૂકયો છે.

વન્યજીવ અને પર્યાવરણ માટે કામ કરનાર સંસ્થા હેરીટેજ ફાઉન્ડેશનના ટ્રસ્ટી નરેન્દ્રકુમાર અને અનિલકુમાર ત્રિપાઠીએ વન મંત્રી દારાસિંહની જાહેરાતનું સ્વાગત કરેલ અને જણાવેલ કે આ આયોજનથી પૂર્વાચલમાં ઇકો ટુરીઝમ વધશે. હેરીટેજ એવિયંસના ઐશ્વર્યા શાહીએ જણાવેલ કે કાચલા અને મગરમચ્છ કઝરવેશન અને બ્રીડીંગ સેન્ટર, સીટી ફોરેસ્ટ, પ્રાણી ઉદ્યાન, મિની ઝૂ સહીતની જગ્યાઓનું બ્રાન્ડીંગ થશે અન લોકો ઇકો ટુરીઝમ તરફ વળશે.

ગોરખપુરમાં વન મંત્રીએ દાવા કરેલ કે આવતા વર્ષે અહીં ૩૦ કરોડ વૃક્ષો વાવી સરકાર પોતાનો જ રેકોર્ડ તોડશે. આ વર્ષે એક જ દિવસમાં ૨૫ કરોડ વૃક્ષો વાવી રેકોડ બનાવાયેલ. ઇકો ટુરીઝમ માટે કુદરતી વન અને તળાવો ખૂબ જ જરૂરી છે. ઉતર પ્રદેશમાં વન વિસ્તાર ૬ ટકાથી ઓછો હતો જે વધીને ૯ ટકા થયો હોવાનું વનમંત્રીએ જણાવેલ. તેમણે જણાવેલ કે ૧૫-૨૦ વર્ષના વૃક્ષો કાપવાના બદલે તેનું પ્રત્યારોપણ ઉપર જોર દેવાય રહ્યું છે. મુખ્યમંત્રી યોગીના નિર્દેશ મુજબ એક વૃક્ષના બદલે ૧૦ વૃક્ષ લગાવાય રહ્યા છે.

પ્રયાગરાજમાં માઘ મેળો : યોગીની સહમતિ

પ્રયાગરાજમાં વાર્ષિક માઘ મેળો આસ્થા અને શ્રધ્ધાથી યોજાશે. કોરોનાની વચ્ચે યોગી સરકારે ૨૦૨૧ના માઘ મેળાને મંજુરી આપી છે. તેમણે આશ્વાસન આપેલ કે મહામારીના કારણે પરંપરા નહીં તોડાય. જો કે મેળા દરમિયાન કોરોના ગાઇડ લાઇનનું કડકાઇથી પાલન કરાવાશે.

જ્યારે મહંત નરેન્દ્રગિરીએ જણાવેલ કે આ વખતના માધ મેળામાં ધાર્મિક સંગઠનોની સંખ્યા ઓછી હશેઃ અમે દરેક ભકતોને આગ્રહ કરીશું કે ઘાટ ઉપર સ્નાન માટે ભીડ ન કરે.

(12:41 pm IST)