Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અર્ણબ ગોસ્વામીની દિવાળી જેલમાં થશે કે ઘરમાં ? : મુંબઈ હાઇકોર્ટે 9 નવેમ્બરના રોજ જામીન નામંજૂર કરતા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનની સુનાવણી ચાલુ : ગોસ્વામી વતી એડવોકેટ હરીશ સાલ્વે દલીલો કરી રહ્યા છે જયારે મહારાષ્ટ્ર સરકાર વતી કપિલ સિબ્બલ હાજર

ન્યુદિલ્હી : રિપબ્લિક ટી.વી.ના ચીફ અર્ણબ ગોસ્વામીના વચગાળાના જામીન મુંબઈ હાઇકોર્ટે 9 નવેમ્બરના રોજ  નામંજૂર કરતા તેમણે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી.જેની સુનાવણી આજરોજ ચાલુ થઇ છે.

ગોસ્વામી ઉપર 2018 ની સાલમાં ઈન્ટીરીઅર ડેકોરેટર તથા તેની માતાને આત્મહત્યા કરવા મજબુર કર્યાનો આરોપ હતો.જે કેસ 2019 ની સાલમાં બંધ કરી દેવાયેલો જાહેર કરાયો હતો.તે અંગે ફરીથી 2020 ની સાલમાં ફરિયાદ કરાતા અર્ણબ ગોસાંઈ તથા તેના બે સાથીદારોની ધરપકડ કરાઈ હતી.તથા 4 નવેમ્બરના રોજ તેઓને 14 દિવસ  માટે હિરાસતમાં લેવાયા છે.

જેની સામે નીચલી કોર્ટે જામીન મંજુર નહીં કરતા મુંબઈ હાઇકોર્ટમાં પિટિશન કરાઈ હતી જે નામંજૂર કરવામાં આવી હતી તથા નીચલી કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે આદેશ કરાયો હતો.જેથી નીચલી કોર્ટમાં પણ સુનાવણી ચાલુ છે.તે દરમિયાન ગોસ્વામીએ 9 નવેમ્બરના રોજ  મુંબઈ હાઇકોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇન્કાર કરતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જેની સુનાવણી ચાલુ છે.
ગોસ્વામી વતી એડવોકેટ હરીશ સાલ્વે દલીલ કરી રહ્યા છે.જયારે મહારાષ્ટ્ર સરકાર વતી કપિલ સિબ્બલ હાજર રહ્યા છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:49 am IST)