Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

આ રસી ૯૦ ટકા અસરકારક હોવાનો દાવો

અમેરિકાના લોકોને આવતા મહિનાથી કોરોનાની વેકસીન અપાય તેવી વકી

નવી દિલ્હી તા. ૧૧ : કોરોના વાયરસનો ખતરો હજી પણ વિશ્વ ઉપર મંડરાય રહ્યો છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યાં સુધી વેકસીન નહિ આવે ત્યાં સુધી આ વાયરસ જવાનો નથી. વિશ્વમાં અનેક જગ્યાએ વેકસીન બનાવવાનું કામ ચાલુ છે. આ કડીમાં અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે અમે બનાવેલી વેકસીન વાયરસ પર ૯૦ ટકા અસરકારક છે અને ડિસેમ્બરથી લોકોને આપવાનું શરૂ થશે.

ફાઇઝર ઇંક પોતાના પરિણામોને ટુંક સમયમાં સ્વાસ્થ્ય નિયામકોને મોકલશે જે પછી સરકારે ડિસેમ્બરથી લોકોને રસી આપવાની યોજના બનાવી છે.

(11:30 am IST)