Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ઇસ્લામિક સ્ટેટનો આતંક

મોઝામ્બિકમાં ૫૦થી વધુ લોકોના માથા વાઢી નાખ્યા

માપુતો, તા.૧૧ : આફ્રિકાના પૂર્વ છેડે આવેલા દેશ મોઝામ્બિકમાં ઈસ્લામીક સ્ટેટનો આતંક જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણેે ત્રણેક દિવસથી ચાલી રહેલા સંઘર્ષમાં આતંકીઓએ ૫૦થી વધારે નાગરિકોના માથા કાપી નાખ્યાં છે. મોઝામ્બિકમાં ૨૦૧૭થી ઈસ્લામિક સ્ટેટ (આઈસિસ)નો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્ત્।ર છેડે આવેલા કાબો ડેલ્ગાડો પ્રાંતમાં આતંકીઓની સંખ્યા વધતી જાય છે.

 ફૂટબોલ મેદાનમાં લોકોને એકઠા કરીને આતંકીઓએ તેમના સર કલમ કર્યા હતા. આ વિસ્તારમાં ૨૦૧૭થી આજ સુધીમાં આ રીતે ૨ હજાર નાગરિકોને મારી નખાયા છે. આતંકીઓના ત્રાસથી ૪.૩૦ લાખ નાગરિકો દ્યર-બાર છોડીને ભાગી છૂટયા છે. આ વિસ્તારમાં ગેસનો મોટો ભંડાર છે. કિંમતી પથ્થર રૂબી પણ અહીંની ધરતીમાં થાય છે. તેના પર કબજો જમાવવા આતંકીઓ આ કાયરતાપૂર્ણ કૃત્ય કરી રહ્યાં છે. નજરે જોનારાઓએ કહ્યુ હતું કે આતંકીઓએ મારી નાખવા ઉપરાંત દ્યરો પણ સગળાવી દીધા હતા. હુમલા વખતે આતંકીઓ મહિલા કે બાળકોને પણ છોડતા નથી. સત્ત્।ાધિશોએ કહ્યું હતું કે લાશોને એવી રીતે કાપી નાખવામાં આવે છે કે તેમની ગણતરી કરવી પણ મુશ્કેલ થઈ પડે છે.

(11:30 am IST)