Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહારના પરિણામો રસપ્રદ : હિલસામાં ૧૨, બરબીધામાં ૧૧૩ મતોના અંતરથી વિજય થયો

બિહારમાં ૬ બેઠક પર ૫૦૦થી ઓછા મતોના અંતરથી વિજેતાનો ફેંસલો થયો

પટણા તા. ૧૧ : બિહારમાં ફરી નીતિશકુમારના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઇ રહી છે. ચૂંટણી પરિણામો ભારે રસપ્રદ રહ્યા છે. ગઇકાલે થોડીવાર મહાગઠબંધન તો થોડીવાર એનડીએ આગળ રહેતું હતું પર તો ૫૦૦થી ઓછા મતોના અંતરથી ફેસલો થયો હતો.

હિલસા બેઠક પર ૧૨ મતોથી વિજયનો ફેંસલો થયો. જેડીયુના પ્રેમ મુખીયાને ૧૨ મતોથી વિજય મળ્યો હરીફ શકિતસિંહને ૬૧૮૩૮ તો પ્રેમ મુખીયાને ૬૧૮૪૮ મત મળ્યા હતા.

શેખપુરા જિલ્લાના બરબીધામાં ૧૧૩ મતોના અંતરથી વિજય થયો છે. જેડીયુના સુદર્શન કુમાર ૧૧૩ મતોથી જીત્યા. તેમને ૩૯૮૭૮ તો હરીફગજાનંદ શાહીને ૩૯૭૬૫ મત મળ્યા હતા.

મટીહાનીમાં ૩૩૩ મતોથી વિજેતાનો ફેંસલો થયો. જેડીયુના નરેન્દ્રકુમારને ૬૧૦૩૧ મત મળ્યા તો સીપીઆઇ (એમ)ના રાજકુમારને ૬૧૩૬૪ મતો મળ્યા હતા.

ભોરેમાં ૪૬૨ મતોથી વિજેતાનો ફેંસલો થયો. આજ રીતે ડિહરીમાં ૪૬૪ તો બછવાડામાં ૪૮૪ મતોના અંતરથી વિજેતાનો ફેંસલો થયો હતો.

(11:13 am IST)