Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જોધપુરમાં નિર્માણાધીન ફેકટરીની દિવાલ ધરાશાયીઃ ૮ લોકોના મૃત્યુ

રેસ્કયુ દ્વારા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે

જોધપુરઘ,તા.૧૧: રાજસ્થાનના જોધપુરમાં એક નિર્માણાધીન ફેકટરી મોટી દૂર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જેમાં દીવાલ ધરાશાયી થવાના કારણે ૮ લોકોના મૃત્યું થયા છે. જો કે હજુ પણ કેટલાંક લોકો નીચે દટાયેલા હોવાની આશંકા હતી. જેમાં હાલ રેસ્કયુ દ્વારા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ૭ લોકોના મૃત્યું અંગેની પુષ્ટી તંત્ર કરી ચૂકયું છે.

આ દૂર્ઘટના જોધપુરના બાસાની પોલીસ ચોકી ક્ષેત્રમાં થયો. જયાં એક નિર્માણાધીન ફેકટરીમાં દીવાલ ધરાશાયી થઇ. બાસાની પોલીસ ચોકીની નજીક રામદેવ મંદિરની પાસે ફેકટરીમાં નિર્માણાધીન દિવાલ અચાનક ધરાશાયી થઇ અને નીચે અંદાજે ૧૦થી૧૨ લોકો દટાયાં.

સુચના મળવાની સાથે પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. તંત્ર અને પોલીસ દ્વારા દટાયેલા લોકોને બહાર નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી. અધિકારીઓના જણાવ્યાં અનુસાર ઘટનાસ્થળે દટાયેલાં લોકોને બહાર કાઢવાની કામગીરી જારી છે.

જોધપુર વિભાગીય કમિશનર ડો. સમિત શર્માએ આ દૂર્ઘટનામાં ૮ લોકોના મૃત્યુંની પુષ્ટિ કરી છે. દૂર્ઘટનામાં કેટલાંક લોકોને ઇજા પહોંચી હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. નિર્માણાધીનમાં રેસ્કયુ ઓપરેશન હજી ચાલી રહ્યું છે. દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.

(10:11 am IST)