Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

૫Gથી ૧૦૦ ગણી વધુ ઇન્ટરનેટ સ્પીડ મળશે

લોકો ૫Gની વાતો કરે છે ત્યારે ચીને વિશ્વનો સૌથી પહેલો ૬G ઉપગ્રહ લોન્ચ કરી ધમાકો કર્યો

બેઈજિંગ,તા.૧૧:ચીને ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરવા માટે સ્પેસની દુનિયામાં પહેલો ૬G સેટેલાઈટ લોન્ચ કર્યો છે. તેનાથી ઈન્ટરનેટની સ્પીડ ૫G કરતા ૧૦૦ ગણી વધારે થવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. ચીને નેકસ્ટ-જનરેશન મોબાઈલ ઈન્ટરનેટ કનેકશન કાર્યક્રમ ડેવલોપ કરવાનું શરૂ કર્યાના એક વર્ષ પછી આ સમાચાર સામે આવ્યા છે, જે ૨૦૩૦માં રોલ આઉટ થવાની શકયતા છે.

ચીનના શાંકસી પ્રાંતમાં આવેલા તાઈયુઆન સેટેલાઈન લોન્ચ સેન્ટરથી શુક્રવારે ૧૨ અન્ય સેટેલાઈટ્સની સાથે આ સેટેલાઈટે ભ્રમણ કક્ષામાં પ્રવેશ કર્યો. તેમાં સ્પીડ 5Gના સરખામણીએ ઘણા ગણી વધુ ઝડપે ડેટા-ટ્રાન્સમિશન મેળવવા માટે ઉચ્ચ આવૃત્ત્િ।વાળા ટેરાહર્ટઝ તરંગોનો ઉપયોગ સામેલ છે. ચીનના મીડિયા મુજબ, આ ઉપગ્રહમાં એવી ટેકનોલોજી પણ છે, જે પાકને નુકસાન અને જંગલની આગ રોકવા માટે ઘણી ઉપયોગી સાબિત થશે.

જોકે, 6G ટેકનોલોજી હકીકત બનાવાથી હજુ જોજનો દૂર છે, પણ ચીનના એન્જિનિયરોએ દાવો કર્યો કે, આ સેટેલાઈટથી હાલ કરતા ૧૦૦ ગણા વધુ સ્પીડના કોમ્યુનિકેશન તરંગોના પ્રકારનું પરીક્ષણ કરવામાં આવશે.

તેનું વજન અંદાજે ૭૦ કિલોગ્રામ છે અને તેનું નામ આ પ્રોજેકટ પર ચેન્ગડુ ગુઓકિસન એરોસ્પેસ ટેકનોલોજી અને બેઈજિંગ માઈનોસ્પેસ ટેકનોલોજી સાથે કામ કરતા યુનિવર્સિટી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ટેકનોલોજી ઓફ ચીન (UESTC)ના કો-ફાઉન્ડરના નામ પરથી અપાયું છે. આ સેટેલાઈટની સાથે ઘણી બધા પ્રયોગાત્મક સાધનો મોકલાયા છે અને સ્પેસમાં ટેરાહર્ટઝ તરંગોની ટેકનોલોજીનો ટેસ્ટ કરશે.

ટેરાહર્ટઝ એ એ હાઈ-ફ્રીકવન્સી રેડિએશન તરંગો છે, જેનાથી એક સેકન્ડમાં ૫૦ ગિગાબાઈટ્સ ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. જે હાલ ઉપલબ્ધ સ્પીડ કરતા ૧૦૦ ગણી વધારે છે. હાલમાં વાયરલેસ નેટવર્કસની ટોપ સ્પીડ ૫૦૦ મેગાબાઈટ્સ છે.

ચીને ગત નવેમ્બરમાં દેશમાં 5G નેટવર્ક શરૂ થયાના બીજા જ દિવસે 6Gના રિસર્ચ અને ડેવલપમેન્ટને લોન્ચ કર્યું હતું. ચાઈનીઝ ટેકનોલોજી બ્યૂરોએ પેનલ બનાવવા માટે યુનિવર્સિટીઓ, ઈન્સ્ટિટ્યૂશન્સ અને કોર્પોરેશન્સમાંથી ૩૭ ટેલિકોમ્યુનિકેશન સ્પેશ્યાલિસ્ટસની પસંદગી કરી હતી, જેમને 6Gના ડેવલપમેન્ટની જવાબદારી સોંપવામાં આવી હતી.

ચીનની હુવાવે, ZTE, શાઓમી અને ચાઈના ટેલિકોમ જેવી કેટલીક કંપનીઓએ પણ પોતાની રીતે 6G પર રિસર્ચ શરૂ કર્યું હોવાનું ન્યૂઝ એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું.

(10:09 am IST)