Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કેન્દ્ર સરકારની યોજના સફળ

ખનખનીયા ખાલી થતાં દેશભરમાં માઓવાદી નકસલવાદી સંગઠનો વેરવિખેર થઇ ગયા

નવી દિલ્હી,તા. ૧૧: દેશમાં જે રીતે રેડ કોરિડોર સંકોચાઇ રહ્યો છે. એમ હવે માઓવાદી પ્રવૃતિઓ કરનારાઓ માટે પણ ખરાબ સ્થિતી ઉભી થઇ છે. સુરક્ષા દળો અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાને લીધે દેશભરમાં માઓવાદી નકલસવાદી સંગઠનો વેરવિખેર થઇ ગયા છે. દેશમાં કેટલાય વિસ્તારોમાં માઓવાદી ઘટનાઓ લગભગ ખતમ થઇ ગઇ છે.

ગૃહમંત્રલાય દ્વારા જારી થયેલા આંકડા મુજબ ગયા વર્ષે ૯૦ જિલ્લાઓ માઓવાદી ઘટનાઓ સામે આવી હતી. જ્યારે આ વર્ષે માઓવાદી એકિટવિટી ૪૬ જિલ્લાઓ સુધી સીમિત રહી છે. માઓવાદી સંગઠનોએ સંપૂર્ણ રીતે પરેશાન અને હતાશ છે. હતાશા અને નિરાશાને કારણે માઓવાદી સંગઠનોએ પોતાના કેડરને પત્ર લખ્યા, જેનાથી માલૂમ પડે છે કે સંગઠન ભારે નાણાકીય સમસ્યાઓથી ત્રસ્ત છે.

હવ. એક વાત સ્પષ્ટ છે કે માઓવાદી સંગઠનો નાણાંની તંગીથી બેબાકળા થઇ ગયા છે અને એમનું પુરૃં નેટવર્ક સંકોચાઇ રહ્યું છે. પોકળ એવી માઓવાદી વિચારધારાથી તંગ આવીને કેટલાય માઓવાદી નકસલવાદીઓ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ પણ કરી રહ્યા છે તો અનેક માઓવાદી સુરક્ષા દળો સાથેની અથડામણોમાં માર્યા ગયા છે.

જો કે કેડરના ટોચના નેતાઓ અન્ય ક્ષેત્રોના માલિકો અને ખાણમાલિકો સાથે વાટાઘાટ કરી રહ્યા છે અને માઓવાદી સંગઠન નવા બાતમીદારોને બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. સતાવાળાઓ આનાથી વાકેફ છે.

(10:07 am IST)